Ishita Raithatha

Others

4.7  

Ishita Raithatha

Others

પહેલો દિવસ અને છેલ્લો દિવસ

પહેલો દિવસ અને છેલ્લો દિવસ

5 mins
370


અમી મેડિકલ સ્ટુડન્ટ હતી. અમી ભણવામાં હોંશિયાર હતી. અમી. એમ.બી.બી.એસ. તો બની ગઈ હતી. અને હવે કેન્સર પર માસ્ટર કરતી હતી. તા.૧૨/૪/૨૦૧૯ ની સવાર હતી. તે દિવસે અમીનો કેન્સર હોસ્પિલમાં પ્રથમ દિવસ હતો. અમી ખૂબ ખુશ હતી. ટાઈમસર હોસ્પિલ પર પહોંચી જાય છે. અમી મુંબઈની ગવર્મેન્ટ કેન્સર હોસ્પિલમાં હોય છે. ત્યાં તેની સાથે બીજા આઠ સ્ટુડન્ટ પણ હોઈ છે. બધા અલગઅલગ જગા પરથી આવેલા હોય છે. સવ પ્રથમ ડૉ.બક્ષી બધાને એકબીજા સાથે મુલાકાત કરાવે છે.

થોડી વાતો અને ઓળખાણ પછી ડૉ.બક્ષી તે બધા સ્ટુડન્ટને જનરલવોડમાં લઈ જાય છે. અંદર જતાની સાથે અમી એક ટેબલ સાથે ભટકાય છે અને પડી જાય છે. તેજ સમયે બાજુમાંથી આવાજ આવે છે કે."ખમાં માળી ખમાં" આ સાંભળીને અમીને પોતાના પિતાની યાદ આવે છે. અમી તરત ઊભી થઈ જાય છે અને બાજુમાં જોવે છે તો ત્યાં એક બેડ પર મોટી ઉંમરના માજી સૂતા હોય છે.

  મોઢા પર કરચલી હતી. માથા પરના વાળ પણ ખુબજ ઓછા હતા. આંખે ઓછું દેખાતું હતું. સાંભળવામાં પણ તકલીફ થતી હતી. ઊભા થવાની તો હિંમત જ નહોતી માટે સૂતા હતા. છતાંપણ અમીને તે માજી પ્રત્યે અલગજ લાગણીની અનુભૂતિ થઈ. ડૉ.બક્ષી એકપછી એક બધા પેશન્ટનો કેસ સમજાવતા હતા. પરંતુ અમીનું ધ્યાન તો ફક્ત બેડ નં.૫ પર સૂતેલા માજી કસ્તુર બા પરજ હતું. જાણે બંને વચ્ચે એક પ્રકારનું ચુંબકીય આકર્ષણ હોય તેમ અમીને અનુભૂતિ થતી હતી.

   અમીએ ડૉ.બક્ષીને પૂછ્યું પણ ખરી કે." કસ્તુર બા ને અહીં બારી પાસેનો બેડ આપોને તો તેમને બહાર જોઈને મજા આવે."

ડૉ.બક્ષી : "અમે બા ને ઘણી વાર કહ્યું છે પરંતુ તેના દીકરાની જન્મ તારીખ ૫ છે માટે બા તે બેડ પર જ રહેવા માગે છે."

આ સાંભળીને અમીને તે બા પ્રત્યે ચુંબકીય ખેંચાણ થતું હતું. અમી તરત કસ્તુર બા પાસે જઈને બેઠી. અમીએ બા નો હાથ પકડી લીધો અને તેમના માથે હાથ ફેરવવા લાગી.

કસ્તુર બા : "કિશન બેટા. તું આવી ગયો ?"

અમી : "બા. હું અમી છું. અહીં ભણવા આવી છું."

કસ્તુર બા : "અરે વાહ ! બેટા મારો દીકરો આવે તો મને કહેજે ને. મારી પાસે સમય બહુ ઓછો છે."

અમી : "બા. તમે ચિંતા ના કરો. તે હમણાં આવી જાશે."

કસ્તુર બા : "છેલ્લા પચીસ વર્ષથી બધા મને એમજ કહે છે કે. તમારો દીકરો હમણાં આવશે."

  આટલું કહે છે ત્યાં અચાનક બા ને લોહીની ઊલટી થાય છે. આ જોઈને અમી ગભરાઈ જાય છે. ત્યાં તરત નર્સ આવે છે અને બા ને સ્પંચ કરે છે ને બધું સાફ કરી દે છે. અને બા તરત સૂઈ જાય છે.

અમી : "નર્સ. આ બા ના કોઈ સગા અહીં છે ? તો બોલાવી લો ને."

નર્સ : "સોરી મેડમ. બા છેલ્લા પચિશ વર્ષથી વૃદ્ધાશ્રમમાં જ રહે છે. અને છેલ્લા એક મહિનાથી અહીં છે. તેમના આશ્રમમાં જે દેખરેખ કરે છે. લતાબહેન તે અમને ફોન કરીને સમાચાર પૂછી લે છે અને બે કે ત્રણ દિવસે જોવા પણ આવે છે."

અમી : "બિચારા માજી ! કશો વાંધો નહીં. હું છું ને. હું ધ્યાન રાખીશ."

આટલી વાત કરીને. અમી નર્સ પાસેથી વૃદ્ધાશ્રમનું સરનામું લઈને ત્યાં જાય છે અને કસ્તુર બા ના ઘરના લોકો વિશે બધાને પૂછે છે પરંતુ કશું મળતું નથી. અમી નિરાશ થઈને પછી હોસ્પિટલ પર જાય છે અને જુએ છે તો ત્યાં બા પોતાના ઓશિકા નીચેથી એક ફોટો કાઢે છે અને ખૂબ નજીકથી જોવા છે.

અમી : "બા. તમે બરાબર છો ? અને આ ફોટો કોનો છે ?"

કસ્તુર બા : "બેટા. આ ફોટો મારા કિશનનો છે."

અમી : "મને બતાવશો ?"

કસ્તુર બા : "હા. પણ બેટા તું આ ફોટો ખોઈ નાખીશ નહીં ને ?"

અમી : "ના. બા હું સાચવીને પાછો આપી દઈશ."

કસ્તુર બા. અમીને ફોટો આપે છે અને તે ફોટો જોઈને અમીના પગ નીચેથી જમીન ખસી જાય છે. અમી કંઈ સમજે તે પહેલાં ફરીથી બા ને લોહીની ઊલટી થાય છે અને બા નું શરીર ઠંડું થવા લાગે છે. ડોક્ટર અને નર્સ તરત આવી જાય છે. અમી પાણી લઈ આવે છે. બા ને પાણી પીવડાવે છે. પરંતુ બા અમીનો હાથ પકડી રાખે છે. આ ચુંબકીય સ્પર્શ બા ને પોતાનું કોઈ હોય તેવી અનુભૂતિ કરાવતું હતું.

કસ્તુર બા : "મારો કિશન આવી ગયો."

  આટલું કહીને બા પોતાના જીવનના છેલ્લા શ્વાસ લે છે. હોસ્પિટલમાં જાણે શોકનું વાતાવરણ થઈ જાય છે. અમી ખૂબ રડે છે. એટલામાં અમી ના ફોન પર રીંગ વાગે છે. પરંતુ અમીનું ધ્યાન નથી પડતું. બધા મળીને કસ્તુર બા ના અંતિમ સંસ્કારની તૈયારી કરે છે અને આખરે અમી બધાને વિનંતી કરે છે કે મને કસ્તુર બા ના અંતિમ સંસ્કાર કરવા દો ને તો તમારો બધાનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું.

  બધા અમીને સહમતી આપે છે અને તે લોકો અંતિમ સંસ્કાર કરીને પાછા આવે છે.

નર્સ : "અમી મેડમ. તમારા ફોન પર ઘણીવાર રીંગ વાગી હતી. અને અત્યારે પણ ફોન આવે છે.

   અમી પોતાનો ફોન લે છે અને ઉપાડે છે. તો તે ફોન તેના પિતા કનુભાઈનો હોય છે.

કનુંભાઈ : " બેટા ક્યાં હતી ? તું બરાબર તો છે ને ?"

અમી : "ના. હું બરાબર નથી."

કનુંભાઈ : " શું થયું બેટા ? હોસ્પિટલમાં આજે તારો પહેલો દિવસ હતો ને ?"

અમી : "હા. મારો પહેલો દિવસ અને કસ્તુર બા ના જીવનનો છેલ્લો દિવસ."

કનુંભાઈ : "કસ્તુર બા ! પહેલો દિવસ અને છેલ્લો દિવસ ?"

અમી : "હા. કસ્તુર બા. જેનો તમારા માટે પચીસ વર્ષ પહેલાં જ છેલ્લો દિવસ થઈ ગયો હતો. પરંતુ તેના જીવનનો આજે છેલ્લો દિવસ હતો. છેલ્લા શ્વાસ સુધી તમારી રાહ જોતા હતા. તમારી જન્મ તારીખ ૫ છે માટે તેને બેડ પણ ૫ નંબરનો જ રાખ્યો હતો અને બધાને પૂછતા હતા મારો કિશન આવ્યો ?"

કનુંભાઈ : "બેટા. તું ક્યાં છે ?"

અમી : "મને બેટા ન કહેતા."

આટલી વાત કરીને અમી ફોન રાખી દે છે અને ખૂબ રડે છે.


Rate this content
Log in