પહેલી રાત
પહેલી રાત
આખા દિવસનો ઝબરદસ્ત થાક હતો અને ઉપરથી રાતની ચિંતા. મોહિની અજીબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી, ક્યાંક આનંદ હતો તો ક્યાંક એને છૂપો ડર પણ હતો. અરેંજ મેરેજ હતા ને ! અવિનાશ રૂમમાં દાખલ થયો, ફૂલોથી સજાવેલો આખો ઓરડો, ખાટલા પર ગુલાબ અને એના પર મોહિની. પિકચરમાં દર્શાવતું દ્રશ્ય એની આંખ સામે હતું. એ ધીરેથી આગળ વધ્યો, મોહિની પાસે ગયો અને બોલ્યો,
"થાકી ગઈ છે ?"
મોહિનીએ ડોકું હલાવી હા કહી દીધું.
"ઠીક છે કપડા બદલી લે, ચલ, સુઈ જઈએ."
મોહિનીને નિરાંત થઇ. એણે વિશ્વાસ બેઠો કે કોઈ છે જે એનો ખ્યાલ રાખશે.
થાકને બાજુએ કરી પહેલી રાત મોહિનીએ મન ભરીને માણી. જાણે બેડરૂમ આખો આભમાં હોય એમ એ વાસ્તવિકતા સાથે સ્વપ્નોની પાંખ લઇ ઉડવા લાગી.