ફાસ્ટફૂડનો વળગાડ
ફાસ્ટફૂડનો વળગાડ
ફાસ્ટફૂડ ખાવા પાછળ દરેક વ્યક્તિ આ હરખઘેલો કારણ દરેક વ્યક્તિ કોઈ ના કોઈ સેલિબ્રેશનની રાહ જોતો હોય છે એટલે પાર્ટી જેવો માહોલ દરેક પસંદ કરે છે.
સવાર પડતાં જ કાનનની મમ્મી રસોડામાં હેલ્દી નાસ્તો બનાવે પણ કાનનને એ ભાવે જ નહીં બસ સતત જમવાના કકળાટ સાથે જાગે અને સુવે ! કાનન ને દરરોજ ફાસ્ટફૂડ જ ખાવાની આદત કોલેજ જાય એટલે ત્યાં પાણીપુરી, પીઝા અને બર્ગર વગેરે આચરકુચર ખાવાની આદત થઈ પડી હતી સાથે ઠંડા પીણા પણ એટલા જ પીવાના અને રોજ સાંજે ઘરનું બનાવેલું ન ભાવે એટલે મેગી જ ખાવાની.
કાનનની મમ્મી ખીજાય ખીજાય ને થાકી ગઈ પણ સમજવામાં કંઈ ન આવ્યું. આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું અચાનક એક દિવસ કોલેજમાં કાનનની તબિયત બગડી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું થયું ડોક્ટર તપાસ કર્યું અને બઘા રિપોર્ટ કરવા જણાવ્યું. આ વાત ની જાણ કાનન ના મિત્ર એ કાનનના મમ્મી ને કરી એની મમ્મી હાંફળીફાફળી હોસ્પિટલ પહોંચી અને કહેવા લાગી કે કહું છું રોજ કે ઘરનું જમ પણ માનતી જ નથી !
ખબર નહિ શું થયું હશે !?
બધા મિત્રો એ કાનન ના મમ્મી ને શાંત પાડ્યા, આન્ટી થોડી જ વારમાં રીપોર્ટ આવી જશે તમે ચિંતા ન કરો !
કાનન ની મમ્મી બેટા : ચિંતા તો થાય જ ને.
થોડી વારમાં રીપોર્ટ આવી ગયા, ડોક્ટર પાસે રીપોર્ટ લઈને ગયા
ડોક્ટર :કાનન ને બહુ તકલીફ છે !
કાનન ના મમ્મી શું છે સાહેબ કહો ને ?
ડોક્ટર : બોર્ડર લાઈન પર કોલેસ્ટ્રોલ અને બીપી પણ છે અને કાનન ની ઉંમર પણ બહુ નાની છે કેર કરવાની બહુ જરૂર છે કાનનની મમ્મી : સાહેબ પણ કાનન ન કરું ફાસ્ટફૂડ જ ખાઈ છે તમે સમજાવો
ડોક્ટર : કાનન ને બોલાવી ને સમજાવી બેટા તને બધી તકલીફ ફાસ્ટફૂડ ના ભોજનથી જ થઈ છે હવેથી તારું ફાસ્ટફૂડ ખાવાનું સાવ જ બંધ !
કાનન સાહેબ : થોડું ખાવાની પરમીશન આપો હું એક સાથે નહિ છોડી શકું (કાનન હજી પણ નથી સમજતી)
કાનન મમ્મી ગુસ્સે થયા અને કહ્યું બસ કર હવે ! હવે નથી જ ખાવાનું !
ડોક્ટર : ફરી કાનન ને સમજાવી અને કહ્યું માત્ર ફ્રૂટ, જયુસ અને ઘરનું ભોજન લેવાની સલાહ આપી
કાનન દિલ ઉપર પથ્થર મુકી સ્વીકાર લીધું કાનનની મમ્મી ખુશ થઈ.
ઘરે પાછા ફર્યા કાનન ને ફરી મમ્મી એ સમજાવી, સમય જતાં કાનન તકલીફ થઈ વાકેફ થઈ ને હેલ્દી ભોજન ખાવા લાગી પણ હજી કયારેય કાનન ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા વ્યકત કરે છે.
