ILABEN MISTRI

Children Stories Tragedy

4  

ILABEN MISTRI

Children Stories Tragedy

ફાળો

ફાળો

2 mins
23.8K


દસ વર્ષનો અભય દેખાવે સરસ, કોમળ ફૂલ જેવો નાજુક ગુલાબી ગાલ, વાંકડિયા ને લાંબા વાળમાં રાજાના કુંવર જેવો લાગતો હતો.

    આટલો સરસ દુશ્મનને પણ વ્હાલો લાગે એવો અભય એની નવી માને આંખમાં કણાંની માફક ખૂંચતો હતો. એની જનેતા અભયના જન્મ પછી સુવારોગમાં નવજાત અભયને નમાયો કરી દુનિયા છોડી ગઈ હતી.

     દસ વર્ષનાં અભયે દસ વર્ષમાં ઘણા બધા દુઃખ જોઈ લીધા હતાં. એની નવી મા એ જીદ કરીને એનું એડમિશન સરકારી શાળામાં અને પોતાનાં જણ્યાનું સારી પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું.

     એ આવી ત્યારથી....અભયને ટાપલાં મારી મારીને કામ કરાવી, એનાં નામ વિરુધ્ધ ભયભીત બનાવી મૂક્યો હતો. અભયના પપ્પા કઈ બોલે તો એની દાઝ અભય પર નીકળતી એટલે એ ચૂપ થઈ જતાં.

     દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો...લોકોમાં ફફડાટ વ્યાપી ગયો...જીવ બચાવવા માટે ઘરમાં પુરાઈને બેસી રહેવાનો સરકારી આદેશને માં આપી લોકો ઘરમાં પુરાયાં..

    ટીવીમાં, મહામારીના ખર્ચને પહોંચી વળવા અબજોપતિઓનાં દાનના આંકડાઓ આવતા..ગરીબોની રોજીરોટી છીનવાતા એની ભૂખ ભાંગવા લોકો જાહેર સેવામાં ખાવાનું પૂરું પાડવા ફાળો એકઠો કરવા લાગ્યા.

   ધાર્મિક સંસ્થાઓ આગળ આવી અને સંતો દ્વારા દાન કરવાની અપીલ થતી... "જેની પાસે ભગવાને આપ્યું છે. એ ગરીબની પેટની આંતરડી ઠારવા આગળ આવો... જે મળે એ પ્રભુનો આદેશ માની દાન કરો.

ગરીબ બાળકોનું પેટ ભરશો તો તમારું ક્યારેય ખાલી પેટ સૂવું નહિ પડે."

    અભય ટીવીમાં સંતોની વાણી સાંભળી ને દોડીને સ્ટોર રૂમમાં ગયો જ્યાં એણે કબાટની પાછળ પીગીબેન્ક છૂપાવીને રાખ્યું હતું, એ કાઢ્યું. અને મમ્મી આવી જાય એ પહેલા પૈસા બહાર કાઢીને, ફાળો નોંધાવવા, પપ્પાની પાસે પૈસા આપવા આવ્યો.

    આ પૈસા એને ઘરે કોઈ મહેમાન આવીને આપતા એ જમા કરેલા હતા. પણ પપ્પાને રુમમાં ના જોતાં, એ રૂમમાં ભગવાનનો ફોટો ટીંગાડેલ હતો એના સામે જોઇને..

    માસુમ ભોળા બાળકે બે હાથ જોડીને..

"જુઓ ભગવાન મેં પણ આ પૈસા દાનમાં આપવા કાઢ્યા છે..આ પૈસાથી ગરીબનું પેટ ભરાશેને ?..તો મને પણ ભૂખ્યા સૂવું નહિ પડે હે ને?" મને મારી મમ્મી પૂરું ખાવા આપશે..ને?"

    અભય તો સાચેજ ભગવાનની સાથે વાત કરતો હોય એમ બેધ્યાન પણે વાત કરતો હતો. એના પપ્પા કયારે રુમમાં આવી ગયા એની પણ એણે ખબર ના પડી. એનો ભગવાન સાથેનો વાર્તાલાપ એના પપ્પાએ સાંભળતાં... હૃદય દ્રવી ઉઠ્યું.... 

"રે કિસ્મત હું મારા ફૂલડાનું આટલું દર્દ પણ ના અનુભવી શક્યો...ને એને અભયને બાજુમાં બોલાવીને વ્હાલથી બેસાડીને કહ્યું...અભય તારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે.

   અભય હર્ષ સાથે પપ્પાને વળગી પડ્યો....એનાં પપ્પાનાં આસું અભયના વાંકડિયા વાળ ભીંજવી રહ્યાં.


Rate this content
Log in