STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પેલેબી

પેલેબી

1 min
14.7K


પૌત્રી જન્મની ખુશીમાં યશોદાબે મોટી દાવત રાખી. દાદી બનવા ની ખુશીમાં પોતાને હાથેજ બનાવેલી મીઠાઈ વેહચી. એવી સ્વાદિષ્ટ મીઠાઈ તો જાણે કોઈએ ચાખીજ ન હોઈ! બધા જ મહેમાન વખાણ કર્યે જાય ને યશોદાબેન હોંશે હોંશે વહેંચતા જાય.

''મીઠાઈનું નામ?"

"પેલેબી"

નવો સ્વાદ નવું નામ. કેટલીક યુવતીઓ તો જીદે ચઢી. રેસીપિ તો બતાવવીજ પડશે. અને હસીને એમણે રહસ્ય ખોલ્યું:

"છોકરી જન્મે તો જલેબી ને છોકરો જન્મે તો પેડા. બાળક કોઈ પણ હોઈ જીવનમાં ખુશી તો સરખીજ લાવે પછી ઉજવણીમાં ભેદભાવ શેને? બસ પેડાની અંદરને બહાર જલેબીનાં ભુખાનું આવરણ ચઢ્યું ને તૈયાર "પેલેબી."

બધાએ ખુશી ખુશી વધાવીજ લીધી ફક્ત નવી રેસીપી જ નહિ એની પાછળની તર્ક યુક્ત નવી વિચાર શ્રેણી પણ!


Rate this content
Log in