Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પચપન ને બચપન

પચપન ને બચપન

2 mins
154


પચપનની ઉંમરે બચપન જેવા બની જવાય છે. પચપનથી પાંસઠ વર્ષ એ ઉંમરે કોઈ પણ વ્યક્તિને હોર્મોન્સ બેલેન્સ વધઘટ થતી હોય એટલે સ્વભાવ દસથી પંદર વર્ષનાં બાળક જેવો બની જાય છે. પારિવારિક હૂંફને લાગણી જોઈતી હોય છે પણ પોતાને શું કરવુંને શું ન કરવું અસમંજસ ભરી હોય છે.

દસથી પંદર વર્ષનાં બાળકને હું મોટું થઈ ગયું છું એટલે મને રોકવો નહીં ને ટોકવા નહીં એ સ્થિતિ હોય છે એટલે માતા પિતાની સાચી સલાહ પણ બાળકોને કચકચ લાગે છે અને પછી બહાર સારાં નરસાં મિત્રો બની જાય છે એ થકી જિંદગી ગેરમાર્ગે દોરાઈ જાય છે. એમજ પચપનની ઉંમર પછી વ્યક્તિને શારીરિક તકલીફો વધી જાય છે એ થકી દવાઓ ચાલુ થઈ જાય છે અને પછી મન બળવો કરતું થઈ જાય છે કે મારે જ આટલી બધી શારીરિક તકલીફો છે અને મારે આ નથી ખાવુંને પેલું નથી ખાવું. પછી સંતાનો સાચી વાત કરે તો ગુસ્સો આવે કે મારે આ ઉંમરે પણ છોકરાઓની વાત સાંભળવાની શું મને કંઈ સમજણ નથી પડતી ?

અને આમ મન આળપંપાળ શોધે છે અને એવામાં જો સોશિયલ મીડિયામાં કોઈ ત્રાહિત વ્યક્તિ વખાણ કરે કે લાગણી સભર બે ચાર વાક્યો કહે એટલે એ તરફ ઝૂકાવ વધી જાય છે. અને પછી વધુંને વધું એ વ્યક્તિ સાથે વાર્તાલાપ થાય છે અંતે આવાં સંબંધોમાં ઘર પરિવાર છોડવાનો વારો આવે છે. અને આખી જિંદગી મહેનત કરીને ઘર બનાવ્યું હોય એ અને પરિવાર છોડીને ગુમનામ ભર્યું જીવન જીવવું પડે છે. પછી જ્યારેએ પણ ભારરૂપ બની જાય છે ત્યારે એનો અંત ખુબ ખરાબ આવે છે માટે બહારની ખોટી લાગણીમાં લપસી જતાં પહેલાં પરિવારને મજબૂતાઈથી પકડી રાખો.

પરિવારજનો આપણું અહિત ક્યારેય નહીં ઈચ્છે. ખોટી વાતોમાં પરોવાઈને ફસાવું નહીં. આજકાલ સમાજમાં ઘણાં કિસ્સા બન્યા છે એ થકી ઘણાં બધાંની લોક લાગણીને માન આપીને લખ્યું છે માટે કોઈ એ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં. અને આ લખાણને વગર કામનું ચર્ચાના ચકડોળે ચઢાવવું નહીં.

આ લખાણ લખીને કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી.


Rate this content
Log in