STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પારકી થાપણ

પારકી થાપણ

1 min
14K


કુશળ વ્યાપારી કિશોરીલાલ  મિત્રને સફળ વ્યાપારના પાસાઓથી અવગત કરાવી રહ્યો હતો. "વ્યક્તિ ભરોસા પાત્ર છે કે નહિ એ તો એ પારકી થાપણને કઈ રીતે સાચવે એના આધારે જ તારવી શકાય!" એ જ સમયે કિશોરીલાલની પત્ની બંને મિત્રો માટે ચા લઈ આવી. સામે બેઠેલા મિત્રની હાજરીને અવગણતો કિશોરીલાલ અપમાનજનક શબ્દો માં બરાડ્યો. "આટલો સમય? ઊંઘી ગઈ હતી કે શું?" એ જોતાં જ મિત્ર મનોમન તારવી ગયો કે કિશોરીલાલ ભરોસા ને પાત્ર જ નહિ!


Rate this content
Log in