પારકી થાપણ
પારકી થાપણ


એકવાર એક શિયાળે ભરવાડના વાડામાં ઘેંટુ જોયું. તે ધીમેકથી વાડામાં ગયું અને ઘેંટાને મોઢામાં ઉઠાવી જંગલ તરફ દોટ લગાવી મૂકી. માર્ગમાં તેનો ભેટો એક સિંહ સાથે થયો. સિંહે જયારે શિયાળ પાસે ઘેટું જોયું ત્યારે તરત એ આંચકી પોતાની ગુફા ભણી ચાલવા માંડ્યું. સિંહ હજુ થોડેકજ દુર ગયો હશે ત્યાં શિયાળે બૂમ પાડીને કહ્યું,
“અરે! આમ પારકાના માલને ઝૂંટવી લેવો એ જંગલના રાજા તરીકે તમને શોભા દેતું નથી !”
આ સાંભળી સિંહ બોલ્યો, “શિયાળિયાં, તે ઘેટું કોણે પૂછીને લીધું ? શું ભરવાડે તને આ રાજીખુશીથી આપ્યું હતું ?”
બોધ : ડાહી સાસરે જાય નહીં અને ઘેલીને શિખામણ આપે.