Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ઓવરટાઈમ

ઓવરટાઈમ

1 min
1.2K


"પપ્પા કોલેજ માટે ૫૦૦ રૂપિયા જોઈએ.."દીકરાને અભ્યાસ અર્થે કોઈ સમસ્યા ના થાય એ માટે વિના વિચારે એમણે ૫૦૦ રૂપિયા આપી દીધા. હિસાબ બદ્ધ યોજના ફળી. બુકે, ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ, પેટ્રોલ, નાનકડી ટ્રીટ.. પ્રોપોઝલના દરેક પાસા સચવાઈ ગયા. પણ આટલી મહેનત કર્યા છતાં ને આ સંબંધ ને ઓવરટાઈમ આપ્યા છતાં ગર્લફ્રેન્ડ એ સીધી જ ના પાડી દીધી. સાંજે પપ્પાએ રોજ કરતા બે કલાક માટે દુકાનમાં વધુ કામ કર્યું. મહેનત કરી ગ્રાહકોને સેવા આપી અને ઓવરટાઈમ કરી સવારે ખર્ચાયેલ ૫૦૦ રૂપિયા કવર કરી નાખ્યા!


Rate this content
Log in