STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઓનલાઈન શિક્ષણ

ઓનલાઈન શિક્ષણ

2 mins
154

ઓનલાઈન શિક્ષણની રામાયણના અંશો.

આકાશ નવમાં ધોરણમાં હતો. એકાએક કોરોના મહામારીના ફેલાવો થયો એટલે સ્કૂલ, મંદિર, કામધંધા બધું જ બંધ થઈ ગયું. લોકડાઉનમાં સરકારે ઓનલાઈન ભણતરને પ્રાધાન્ય આપ્યું.

આકાશ:- મોબાઈલ લઈને ભણવા બેઠો. મમ્મી સાથે હતી ત્યાં સુધી બરાબર ભણ્યો. જેવું મમ્મી એમનાં કામગીરી અર્થે રસોઈ ઘરમાં ગયા, આકાશ ભણવાની એપ્લીકેશનને મ્યુટ કરીને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો.

આમ ઓનલાઇન ભણતરમાં ઘરે ઘરે રામાયણ થવા લાગી.

મમ્મી :- આ શું તું ભણવાની જગ્યાએ મોબાઈલમાં યુ ટ્યુબ જોવે છે

આયેશા:- અરે મમ્મી એ તો ભૂલથી થયું.

આમ અલગ-અલગ ઘરમાં રોજબરોજ રામાયણ થવા લાગી.

અરે મિતેષ:- આ શું તું ગુગલમાં જોઈને એક્ઝામ પેપરમાં જવાબ લખે છે ?

અરેના મમ્મી આ તો હું મારો જવાબ સાચો છે કે નહીં એ જોતો હતો.

શાલીની:- પોતાના રૂમમાં મોબાઇલ લઇને ભણવા બેઠી હતી. ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું જય સર નો લેક્ચર હતો. શાલીની મોબાઈલમાં સેલ્ફી પાડીને ઈન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ખોલીને મુકી રહી હતી.

અચાનક શાલીનીની મમ્મી : શાલીની આ શું કરે છે ? તને ભણવા મોબાઇલ આપ્યો છે.

શાલીની રડી રડીને મારાં બધાંજ ફ્રેન્ડનાં એકાઉન્ટ છે એમ કહીને રડવા લાગી.  એની મમ્મી સમજાવતી રહી પણ શાલીની રડી રડીને પોતાની ભૂલ છુપાવી રહી.

મલય:- ગુગલ પરથી મુવી જોઈ રહ્યો હતો અચાનક જ મલયની મમ્મી આવી 'આ શું ચાલે છે મલય ? ભણવાની જગ્યાએ ?

તો મલય ઉપરથી એની મમ્મી ઉપર ગુસ્સે થયો અને જમ્યાં વગર સૂઈ ગયો. આમ રોજબરોજ ઓનલાઇન ભણતરની રામાયણ ઘર ઘરમાં થવા લાગી અને ભાવનાત્મક દલીલો થતી રહી.

કંટાળીને વિધાર્થીઓના માતા-પિતા એ જય સર ને ફરિયાદ કરી. જય સરે અલગ-અલગ બધાને સમજાવ્યાં અને ભણતર સિવાય મોબાઇલ નહીં લેવા સમજાવ્યાં..


Rate this content
Log in