નવવધૂ
નવવધૂ




નવવધૂએ ઉત્સાહથી પહેલીવારની રસોઈ બનાવીને બધાંને જમાડી અને ખુશ થતી પોતે કોળિયો મોંમાં મૂક્યો ન મૂક્યો ત્યાં તો સાસુમાનો હુકમ આવ્યો. "વહુરાણી જરાક ઘરની રીતભાત શીખીને સાંજની રસોઈ બનાવજો..આ સાંભળતાં જ.."
નાનપણથી રસોઈ બનાવવાની શોખીન 'મા' વગરની દીકરી, જ્યારે બાપને જમવાનું બનાવીને પીરસતી ત્યારે, ખુશખુશાલ બાપ હર્ષાશ્રુ ભરેલાં ચહેરે પહેલો કોળિયો ભરાવતાં તે યાદ આવ્યું ને દીકરીની આંખમાંથી ટપકેલું આંસુનું એક ટીપું સીધું થાળીમાં જઈને પડ્યું.