Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નવી શરૂઆત

નવી શરૂઆત

3 mins
209


આશિષ ને સાક્ષી એ લવ મેરેજ કર્યા હતાં. આશિષ ને સાક્ષીનાં માતા પિતાએ વિરોધ કર્યો ને બંને ને બંને કુટુંબ સાથે સંબંધ પૂરાં થયાં.

આશિષ ને સાક્ષી એ એકમેકને હૂંફ આપીને જિંદગીમાં નવી શરૂઆત કરવા બંને એ મન મક્કમ કરીને એકમેકનાં હાથમાં હાથ પરોવીને એક નવી દિશા તરફ આગળ વધવા કદમ ઉઠાવ્યું. બંને એ એ શહેરને અલવિદા કરીને એક નવી શરૂઆત કરવા માટે ટ્રેનમાં બેસી ગયા ને જે લાસ્ટ સ્ટેશન આવે એ સ્ટેશન પર ઉતરી ને ત્યાં જ પોતાની કિસ્મતની બાજી લગાવવી એમ નક્કી કર્યું.

ચૂપચાપ બેસી બંને આવનાર સમયમાં કેમ આગળ વધવુ ને શું કરવું એ વિશે મનોમંથન કરી રહ્યા. ક્યાંય સુધી આમ મૂઢ બની બેઠા.

એક વડીલ એમને ક્યારનાં જોઈ રહ્યા હતાં. એમણે જોયું કે ટ્રેન જેમ જેમ આગળ વધતી જાય છે એમ એ બંને નાં ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયાં છે.

વડીલ દિલીપભાઈ બોલ્યા.

કેમ છો યુવાનો ?

કંઈ ચિંતા છે ?

આશિષ એકાએક ચોંકી ઊઠી ને.

ના. ના. કંઈ નહીં.

દિલીપભાઈ મારી અનુભવી આંખો કંઈ ધોખો તો ન જ ખાય.

બોલો શું વાત છે ?

આશિષ કંઈ નહીં વડીલ.

દિલીપભાઈ. ક્યાં જાવ છો ?

આશિષ : લાસ્ટ સ્ટેશન.

દિલીપભાઈ એમ ત્યાં તો હું પણ જવું છું.

કોઈ સંબંધીને ઘરે જાવ છો ?

આશિષ ‌:- ના. હાં. ના. 

દિલીપભાઈ :- યંગમેન ન કહેવું હોય તો કંઈ નહીં પણ જુઠું બોલતાં નથી આવડતું તમને કહીને ખડખડાટ હસવા લાગ્યા.

આશિષ ચૂપચાપ એમની સામે જોઈ રહ્યો.

બીજા બે ત્રણ સ્ટેશન પસાર થઈ ગયાં પણ આશિષ ને સાક્ષી એમજ બેઠેલા હતા.

નાં કંઈ પાણી પીધું કે ન કંઈ ચા કે કોફી નાસ્તો કર્યો.

દિલીપભાઈ બેઠાં બેઠાં નિરિક્ષણ કરતાં હતાં.

મુસાફરો પોત પોતાના સ્ટેશન પર ઉતરતાં હતાં ને બીજા નવા મુસાફરો ચઢતા હતાં.

આમ લાસ્ટ સ્ટેશન આવી ગયું.

ધીમે ધીમે બધાં સ્ટેશન પર ઉતરતાં હતાં.

દિલીપભાઈ પણ સ્ટેશન પર ઉતરી ગયા ને એક જગ્યાએ ઉભાં રહીને જોવા લાગ્યા.

આખો ડબ્બો ખાલી થઈ ગયો પછી આશિષ ને સાક્ષી હાથમાં હાથ પરોવીને ઉતર્યા ને ધીમે ધીમે ચાલવા લાગ્યા.

સ્ટેશન ની બહાર જવા એક જ રસ્તો હતો ને ત્યાં ટિકિટ જોઈને જ આગળ જવા દેતાં હતાં.

આશિષે જવા માટે પગ ઉઠાવ્યો.

ટિકિટ ચેકર બોલ્યા :- ટિકિટ.

આશિષ થોથવાઈ ને ઊભો રહ્યો.

એટલામાં જ દિલીપભાઈ આગળ આવ્યા ને બોલ્યાં.

મારી સાથે છે એ બંને આવવા દે.

ટિકિટ ચેકર :- જી સાહેબ.

આશિષ ને સાક્ષી સ્ટેશન ની બહાર જવા લાગ્યા એટલે દિલીપભાઈ બોલ્યા ચલો મારી સાથે મારાં ઘરે.

આશિષ ને સાક્ષી ચૂપચાપ દિલીપભાઈ સાથે ગયાં.

ડ્રાઈવર ગાડી લઈને ઊભો જ હતો.

એક વિશાળ બંગલામાં ગાડી ઊભી રહી.

આશિષ ને સાક્ષી તો જોઈ જ રહ્યા.

દિલીપભાઈ બોલ્યા યંગમેન આવો અંદર.

આશિષ ને સાક્ષી તો આશ્વર્યથી બધું નિરખી રહ્યા હતાં.

દિલીપભાઈ એમને એક વિશાળ રૂમમાં લઈ ગયાં ને દરવાજો બંધ કરીને કહ્યું.

યંગમેન હું આ બધી જ મિલ્કતનો માલિક છું.

પણ મારો દીકરાને નાનપણથી જ શહેરમાં ભણવા મૂક્યો હતો.

ક્યારેક એ પાછો બંગલામાં નથી આવ્યો.

એક અઠવાડિયા પહેલાં કોલેજના પ્રિન્સીપાલ દ્વારા મને જાણ કરવામાં આવી કે ડ્રગ્સ લેતો હતો ને વેચતો હતો એમાં ડ્રગ્સ માફિયા દ્ધારા એનું ખૂન થયું છે.

હું એની ચિતા ને અગ્નિ આપીને જ આવ્યો છું.

પણ અહીં કોઈ ને જાણ નથી તો તું કોણ છે ?

તું સારાં ઘરનો દેખાય છે.

આશિષે પોતાની વ્યથા કહી.

દિલીપભાઈ કહે ઓહોહો.

આટલી અમથી વાત છે.

તો તું નવી શરૂઆત આ ઘરમાં મારો દીકરો ને સાક્ષી પુત્રવધુ બનીને કરો.

આશિષે સાક્ષી સામે જોયું.

બંને એ હકારમા માથું હલાવ્યું.

દિલીપભાઈ ખુબ જ ખુશ થયા ને બોલ્યા આ તમારી બે ની નહીં પણ આપણાં ત્રણેયની નવી શરૂઆત છે.


Rate this content
Log in