નટ બજાણિયા
નટ બજાણિયા
આપણા ભારતની વિસરાતી જતી કલામાંની એક કલા નટ બજાણિયા ! અત્યારે યુવાનો અને બાળકો ને કદાચ ખ્યાલ પણ નહિ હોય એવી આપણી ભારત ની એક કલા છે નટ બજાણિયા ! નટ બજાણિયા આમ તમે કલા પણ કહી શકો પરંતુ કલા કરતા વધુ પેટ રળવા માટે કામ આવતું સાધન પણ કહી શકો જે નટ બજાણિયા પોતાના પેટ માટે શીખે છે અને રસ્તા પર અવનવા ખેલ જિંદગી જોડે જોખમ ખેડી કરે છે !
આજે હું એક નટ બજાણિયા ની જિંદગી વિશેજ વાત કરીશ જે એમની જિંદગી ની આપવીતી છે જેથી નટ બજાણિયા ની જિંદગી શું છે અને માણસ પેટ માટે બાળક માટે કેવી રીતે જિંદગી પસાર કરે છે અને બાળક ને કેવી રીતે ઉછેરે છે તેમજ આપણે બધુજ મળવા છતાં ઈશ્વર પાસે ફરિયાદ કરીએ છીએ કે મને પેલી વસ્તુ નથી મને આ વસ્તુ નથી તું એમ કેમ મને કરતો નથી જેવી અનેક ફરિયાદ ઈશ્વર ને આપણે કરીએ છીએ પરંતુ એટલી કપરી જિંદગી ઈશ્વરે આપી હોવા છતાં કઈ રીતે જિંદગી જીવી જાણવું એ આપણને બધાને ખ્યાલ આવશે અને આપને ઈશ્વરને ફરિયાદ કરતા બંધ થશું ,અને અત્યારના યુગમાં દેખાદેખી માં બાળકો કહે છે મને પેલો મોબાઇલ જોઈએ છે પેલી વસ્તુ જોઈએ છે એલેક્સ જોઈએ છે ! તમે નથી અપાવતા પેલા મારા ભાઈબંધના માતા પિતા અપાવે છે ! મને તમે પેલું રમકડું નથી અપાવતા મારે મેળે ચાલે એવું રમકડાં નું બાઇક જોઈએ છે ! પેલા મારા ભાઈબંધ પાસે છે તમે મને નથી અપાવતા ! મારે બોલતી ઢીંગલી જોઈએ છીએ,મારે ડોલ હાઉસ જોઈએ છીએ ! વિડિઓમા પેલી અનાત્યા પાસે છે એવા રમકડાં જોઈએ છે ,પેલી આયું પાસે છે એવો બેડ જોઈએ છે જેવું ઘણું પરંતુ નટ બજાણિયા નાં બાળકોની જિંદગી જોઈ આપણા બાળકો માતા પિતા ને ફરિયાદ કરતા કદાચ બંધ થઈ જશે !
વાત છે એક અંદાજે ૬૦વર્ષ ઉપર લાગતી પરંતુ ખાલી ૪૫થી ૫૦વર્ષ આસપાસ ની સ્ત્રી ની જિંદગીની, ગંગા નામની આ આધેડ મહિલા એ પોતે વૃધ્ધા જેવી લાગવા માંડી એ પાછળ ની પોતાની જિંદગી ની સફર કહી ત્યારે મને થયું ઈશ્વર કેટલાક માણસો ને સહન શકતી પહાડ થી પણ વધુ આપી દુનિયામાં મોકલે છે અને કા દુઃખ ના પહાડ માં માણસ પાસે પહાડ જેવી સહન શકતી આવી જાય છે !
હું એમની બાજુમાં બેઠી એમની જિંદગી વિશે મે એમને પૂછ્યું એમની ભાષા ગુજરાતી તો ન હતી પરંતુ આપણી રાષ્ટ્રીય ભાષા એમને આવડતી હતી આપણા માં ભલે રાષ્ટ્રીય એકતા જતી જાયછે અને આપણી રાષ્ટ્રીય કલા આપણે વીસરી રહ્યા છીએ પરંતુ એમણે મને હિન્દી માં વાર્તાલાપ કરવા કહ્યું અને પોતાની બધુજ જિંદગીનું કડવું સત્ય મને હિન્દી માં કહ્યું ! મે એમને એમની જિંદગી વિશે કહેવા માટે કહ્યું તો પહેલા તો બોલ્યા મારી જિંદગી ! કહી હસવા લાગ્યા કહે બેન મારી ! અરે અમારી નટબજાણિયા ની જિંદગી માં શું હોય અમારે તો બસ ખેલ અમારી જિંદગી !કહી નિસાસો નાખી એની ૧૦વર્ષ ની દીકરી ને દોરી પર ચાલવા માટે ચડાવવા લાગ્યા.મે એમને કહ્યું પરંતુ મને કહેશો તમે ? મારે જાણવું છે તમારી વિશે,હું તમારી જિંદગી વિશે લખીશ તો મને કહે મારી વિશે લખશો?મે કહ્યુ હા વિસરાતી જતી કલા પાછળ અગાઢ પરિશ્રમ કરે છે એ વ્યક્તિ પાસે કોઈ ઊભી પણ રે'તી નથી અને એવું તે શું હોય છે કે તમારે લોકો એ જીવ પર જોખમ કરી ને રસ્તા પર ખેલ કરવા પડે છે !અને અત્યારે માણસ ને ખુબજ લાલચ થઈ ગઈ છે અને સંતોષ રહ્યો નથી ઈશ્વરને ફરિયાદ જ કરે છે તેમજ બાળકો પણ ખુબજ ઊંચા સપના જોતા થઈ ગયા છે દેખાદેખીમાં પડી ગયા છે તેમજ મોટા મોટા ખર્ચ કરાવે છે જિંદગી બાળકો ની હોય કે વડીલ ની મોબાઇલ જ થઈ ગઈ છે તો મારા લેખ થી વાર્તા થી તમારી કઠોર જિંદગી વિશે માણસ જાણશે અને ઈશ્વરને ફરિયાદ કરવાને બદલે આભાર માનશે અને વિસરાતી જતી કલા ક્યાંક ને ક્યાંક માણસ જાણી શકશે અને બાળકો પોતાના માતા પિતા ને ફરિયાદ કરતા ઓછા થશે. મારી વાત સાંભળી એમને થોડું લાગ્યું કે નાં હું કહું તો પોતાની આપવીતી એમને કહેવા માટે હા પાડી નીચે બેઠા અને કહ્યું આ ખેલ પૂરો થઈ જાય પછી કહું ! મારે શું છે ! દીકરી ને માટે મારે દોરડું પકડી રાખવું પડે છે બાકી એ પડી જશે ! કહી મને આંસુ ભરેલ નજરે પૂછ્યું મે કહ્યુ ભલે પછી કહો અને થોડી વાર રહી ખેલ પૂરો થતાં મારી બાજુમાં બેઠા અને એમની આપવીતી એમણે મને કહી જે હું તમને કહું છું.
અમારે નટ બજાણિયા ને જન્મી ને માંડ ૪વર્ષ નાં થાય એટલે તમે એકડા શીખો એમ ખેલ શિખવવામાં આવે છે ઘરના વડીલ હોય એ દરેક નાના બાળકો ને ખેલ શીખવે છે,હું એમ જ અમારા ગામડા માં ખેલ શીખતી ,પડી જતી તો દાદા ને કહેતી દાદા મારે નહિ સીખવું ત્યારે દાદા કહેતા બેટા દોરી પર ચાલતા શીખી જા ખેલ કરતા શીખી જા અત્યારે પાડીશ પછી ક્યારેય જિંદગી માં તું લથડિયાં ખાઈશ ત્યારે ઈશ્વર તને પડવા નહિ દે,દાદા ની આ વાત મને હવે સમજાણી જ્યારે આ કળા થી જ મારું અને મારા બાળકોનું પેટ પૂરું થાય છે અને અમે જીવી શકીએ છીએ.
ખેલ કરતા કરતા અને હસતા રમતા હું જોત જોતામાં ૧૮વર્ષ ની થઈ ગઈ અને મારા લગન કરાવ્યા મારા વર નું નામ કિશોર એ ખેલ કરતા અને હું એમની જોડે જતી ,અમારું જીવન ચાલતું પરંતુ પૈસા જોતા હોય એટલા ખેલ કરી ને મળી ન રહેતા માટે અમે સાથે મજૂરી પણ કરતા,મારો એક દીકરો ૪વર્ષ નો ને બીજો દીકરો ૩વર્ષ નો હતો અને આ ખેલ કરે છે એ દીકરી ૧વર્ષ ની હતી ને ઈશ્વરે મારા વરને લઈ લીધા,પરંતુ અમારી પાસે ક્રિયા કરવાના પૈસા ન હતા ઘેર ઘેર જઈ પૈસા માગી અને કરજ પર મારા વરની ક્રિયા કરાવી અંતિમ સંસ્કાર પતાવી ત્રણ બાળકો ને લઇ ઘરે આવી પરંતુ થોડા પૈસા હોય એમાંથી અમે પેટ રડતા પરંતુ હવે તો થોડા હતા એ પણ કિશોર પાછળ વપરાઈ ગયા હતા રોજ રોજ નું અનાજ લઈ અને ખાવાનું બનાવતી ભૂખ્યા ત્રણ બાળકો !વર ની અંતિમ સંસ્કારની વિધિ પતાવી આવેલ હું અને ભૂખ્યા બાળકો ની ભૂખ જોઈ મને થયું કઈ રીતે હું મારા ત્રણ બાળકો ને પોશિશ? મારા વાર હાલ્યા ગયા એનું દુઃખ એમાં પહાડ સમાન તકલીફ પછી મે નક્કી કર્યું બાળકો આવ્યા પછી હું બાળકો ને રાખતી ઘર સંભાળતી એમની જોડે ખેલ માં મદદ કરવા જતી પરંતુ હવે ત્રણ બાળકો ને જોડે લઈ જઈશ અને અને રસ્તા પર ઊભી ખેલ કરી પૈસા ભેગા થશે એમાંથી બાળકો ને ખવડવિશ અને મજૂરી માં જોડે લઈ જઈશ બાળકો ને અને પૈસા આવશે એમાં થી મારા વરની અંતિમ વિધિ માં કરજ લીધું એ ચૂકવીશ અને એજ મુજબ સવાર પડે હું ત્રણ બાળકો ને લઈ ને નીકળી પડું ખેલ માટે ઘેર ઘેર જઈ ખેલ રસ્તા પર જીવન જોખમ પર રાખી દેખાડી પૈસા કમાઈ એમાંથી બાળકો ને જમાડતી અને બાળકો ને રાખી ને એટલું તો નાજ કમાઈ શકુ કે મારી ને બાળકો બધાની ભૂખ મટે ! માટે હું પાણી પી અને પેટે મોટો ગાભો બાંધી સૂઈ જતી આ રીતે આજે ૯વર્ષ થયાં અમેમાં બાળકો સવાર પડે નીકળીએ ખેલ કરીએ સાંજે પાછા જઈએ અને એક દિવસ ખેલ કરવા જાઉં એક દિવસ મજૂરી ગોતી લઉં બાળકો જોડે જ રહે અને મારા બાળકો રસ્તે ચાલતા માણસો કઈ ખાવા આપે કે કપડાં કે કઈ આપે રમકડાં કે એવું એમાં સરસ ખુશ થઈ જીવે અને ખેલ કરે પછી મારા બાળકો થાળી નાં પૈસા દોડી ને ગણે અને કહે બા આજે તો એટલા બધા આવ્યા.
વાત કરતા કરતા ખુબજ રડવા લાગ્યા અને એમની વાત સાંભળી મને થયું નટ બજાણિયાની કળા આપણી માટે ખાલી રસ્તા પર દોરી પર ચાલતો ખેલ છે પરંતુ આ કલા કેટલાય પરિવાર છે જેનું પેટ રડવાનું સાધન છે અને ઈશ્વરે આપણને આપ્યું છે એમાં ખુશ રહેવું જોઈએ નહિ કે ફરિયાદ કરવી જોઈએ અને બાળકો ને સિખ આપવાની કે મારા માતા પિતા છે એ શ્રેષ્ઠ છે મને જે મળે છે એમાં મને સંતોષ છે અને જિંદગીમાં પરિશ્રમ દુઃખ કોને કહેવાય પૈસા ની શું કદર છે અને નટ બજાણિયાની કળા ને બચવાની જરૂર છે મને ખ્યાલ આવ્યો.
