નંદિતા -૧
નંદિતા -૧
મારું નામ અનુરાગ. નાના ગામમાં રહેતો હતો. શહેરની હોસ્ટેલમાં પપ્પા એ દાખલ કરેલો. હોસ્ટેલની નજીકની સ્કુલમાં અભ્યાસ કરતો હતો. ધોરણ પાંચથી સાત એજ સ્કુલમાં અભ્યાસ કરેલો હતો.
ધોરણ સાતમાં સેકન્ડ ક્લાસ આવ્યો એટલે પપ્પા એ મને ખુબ સલાહો આપી. મમ્મી એ મને વ્હાલથી સમજાવ્યું. મને થયું હવે તો સારા ટકા લાવવાજ છે. તોફાન મસ્તી બંધ. પણ... પપ્પાએ મને આઠમા ધોરણમાં શહેરની એક સારી સ્કુલમાં દાખલ કર્યો. અહીંથી મારા જીવનનો બીજો અધ્યાય શરૂ થયો.
હાઈસ્કુલનો એ પહેલો દિવસ હજુ યાદ છે. ધોરણ આઠમામાં હતો. એ વખતે હું સાવ સીધો સાદો થયો હતો. સ્કુલમાં પહેલા દિવસે ક્લાસમાં જવા જતો હતો ત્યારે ત્રણ ચાર વિદ્યાર્થીઓમાં નો એક બોલ્યો, "લો... હવે તો આપણી સ્કુલમાં ગામડિયો પણ આવી ગયો." બીજો બોલ્યો, "અરે.. આના માથાના વાળ તો જુઓ કેટલું બધું તેલ. અહીં સુધી વાસ આવે છે." એ સાથે એ બધા ખડખડાટ હસ્યા.
મને બહુ ગુસ્સો આવ્યો થયું અહીંને અહીં આ બધાને કુટી નાખું. ગામડાનું ઘી ખાધું છે.એનો પરચો બતાવું. પણ પછી થયું. પપ્પા એ સલાહ આપી હતી તોફાન, મારામારી કરવી નહીં.. હું સમસમીને રહી ગયો. એટલામાં એક બોલ્યો. "આ તો મણીભાઈ છે. આજથી આપણે એને મણીભાઈ કહીશું !" હું શાંતિથી જવા જતો હતો ત્યારે એક છોકરા એ પગ વચ્ચે રાખીને મને પાડી દીધો. હું ઉભા થવાનો પ્રયત્ન કરતો જ હતો ત્યારે એક કોમળ હાથ મારા તરફ લંબાયો... અવાજ આવ્યો,
"મારો હાથ પકડી ને ઉભો થા. હું આ બધા ને સબક શીખવાડું છું." મેં જોયું એક ખુબસુરત છોકરી હતી સાથે એની સખી હતી. હું ધીમેથી ઉભો થયો. એ છોકરીએ વિદ્યાર્થીઓની સ્કુલ માં ફરિયાદ કરી. બપોરની રીસેષમાં એ બે છોકરીઓ મળ. જેણે મદદ કરી હતી એ છોકરીએ એની ઓળખ આપી. "મારૂં નામ અનિતા. અને આ મારી ખાસ સખી રેહાના. શું તું મારી ફ્રેન્ડ શીપ સ્વિકારીશ !"
આ પ્રસંગ પછી અનુરાગ,અનિતા અને રેહાનાની મિત્રતાની ચર્ચા સ્કુલ માં થવા માડી...
હવે આગળ શું થશે ?
મારી ધારાવાહિક વાર્તા "નંદિતા-૨ માં... નંદિતા અને અનુરાગની વાત.
અનુરાગની ડાયરીમાંથી...
ક્રમશ :