Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational

4.4  

Dineshbhai Chauhan "શિવમ"

Children Stories Inspirational

નિષ્ફળતાથી જ સફળતા

નિષ્ફળતાથી જ સફળતા

3 mins
319


કોઈ એક સમયની વાત છે. પાર્થ નામનો એક છોકરો રહેતો હતો. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતો. તેના મનમાં હતું કે અત્યારના સમયમાં સરકારી નોકરી મળે એમ નથી. તો હું પોતાનો વ્યવસાય ધંધો શરૂ કરું. શરૂઆતમાં તેને આઠ-દસ મહિના સુધી પોતાના ધંધામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી પરંતુ અચાનક તેને પોતાના ધંધામાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું અને તે માનસિક રીતે નિરાશા અનુભવવા લાગ્યો. તેને જે પોતાના જીવનમાં સપનું જોયું હતું. તે સફળ ન થયું. તેને તેના માતા-પિતા એ ખૂબ સમજાવ્યો. તેને તેના મિત્રોએ પણ સમજવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ કંઈ મેળના પડ્યો.

            થોડા સમય પછી પાર્થને તેના પ્રાથમિક શાળાના ગુરુજી તેને પોતાની વાડીએ ચા નાસ્તો કરવા માટે બોલાવ્યો. ગુરુજીએ કહ્યું કે, "શું થયું છે પાર્થ ? ઘરના અને તારા મિત્રો તારી ચિંતા કરે છે. તું તેમની વાત માનતો નથી. એવું મને જાણવા મળ્યું છે." પાર્થએ કહ્યું કે, "ગુરુજી હું મારું સપનું પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરતો હતો. હું તન, મન અને ધનથી મારા ધંધામાં રચ્યો પચ્યો રહેતો હતો. પણ મને તેમાં સફળતા મળી નહીં. ગુરુજીએ પાર્થને કહ્યું કે, "પાર્થ ચિંતા કરવી નહીં. દરેકના જીવનમાં સુખ અને દુ:ખ આવે છે. કોઈને પણ તરત જ સફળતા મળતી નથી." તું એમ કામ કર મારા ઘર પાછળ જે ખેતર છે. ત્યાં ચાલ. પાર્થ અને ગુરુજી ખેતરમાં જાય છે. તેને સૌ પ્રથમ દાડમનો છોડ જોવા મળે છે. જે ખૂબ જ મૂરઝાયેલી અવસ્થામાં જોવા મળે છે. તેના પર કોઈ જ પાંદડા કે ફૂલ જોવા મળતા નથી. પાર્થએ કહ્યું કે તે દાડમના છોડની અવસ્થા મારા જેવી જ છે. ત્યારે પાર્થએ કહ્યું કે, "ગુરુજી તમે મને છોડ જોવા માટે તમારા ઘરે બોલાવ્યો છે. તેની દશા પણ મારા જેવી જ છે.

           ગુરુજીએ પાર્થને કહ્યું કે, "બેટા આવી ખોટી માનસિકતાવાળી વાતો ન કર. જેના કારણે તારા મન પણ ખરાબ અસર થાય. હું તમને જણાવવા માગું છું કે આ દાડમના છોડને જેની પણ જરૂરી હતી. જેવી કે ખાતર, પાણી અને દવા તમામ આપવામાં આવ્યું. તો પણ તે કરમાઈ ગયો. ત્યારે પાર્થએ કહ્યું કે, "ગુરુજી તમે જ કહો છો કે મહેનત આપણે કરીએ પણ પરિણામ આપણા હાથમાં નથી. તો પછી તમે આ વાત મને કેમ કહો છો ? મે મારું સપનું પૂર્ણ કરવા માટે તમામ મહેનત કરી હતી પણ મને સફળતા મળી નહિ. ગુરુજીને મનમાં થયું કે, " પાર્થ પર નિષ્ફળતાની વધુ અસર થઈ છે. તે હંમેશા નકારાત્મક જ વિચાર કરે છે.

           ગુરુજી પાર્થને પોતાના રૂમમાં લઈ ગયા અને તેને ચા બનાવીને પીવડાવી. પાર્થ ગુરુજી જોડે પોતાના ઘરે જવા માટે રજા માંગે છે. અને આભાર માને છે કે ગુરુજી તમે મને તમારો ખૂબ જ કિંમતી સમય આપ્યો તે માટે. ત્યારે ગુરુજીએ કહ્યુ કે, "બેટા તું જતાં જતાં મારા સાથે ઘરના પાછળ જે ગોડાઉન છે. ત્યાં ચાલ. હું તને કંઈક વસ્તુ બતાવવા માંગુ છું. તેમ કરીને ગુરુજી અને પાર્થ બંને ગોડાઉન તરફ જાય છે. ગુરુજી જેવા ગોડાઉન દરવાજો ખોલે છે. તો સામે તાજા ને મજેદાર દાડમના ફળની ઢગલો જોવા મળે છે. ત્યારે પાર્થએ ગુરુજી ને કહ્યું કે, "ગુરુજી તમે મને જે દાડમનો છોડ બતાવ્યો હતો. એ તો મૂરજાય ગયો હતો. તે છોડ કોઈ પણ કામ ન હતો. પરંતુ ગુરુજીએ કહ્યું કે તે માત્ર પ્રથમ છોડને જોયો હતો અને પાછા વળ્યા હતાંં. તેના પછી આખા ખેતરમાં જે દાડમના છોડ હતાં. તે જોયા ન હતાં. અને અત્યારે તે જે પણ દાડમ જોઈ રહ્યો છે. તે ખેતરના બીજા છોડનું પરિણામ છે.

               આમ, આપણે પણ આપણા જીવનમાં જ્યારે પણ નિષ્ફળતા મળે છે. ત્યારે નિરાશ થઈને બેસી જઈએ છીએ અને બીજો કોઈ પણ પ્રયત્ન કરતા નથી પણ જ્યારે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે બીજા અનેક રસ્તાઓ ખૂલી જાય છે. પરંતુ આપણે નિરાશામાં આશાનું કિરણ જોવા માટે પ્રયત્ન કરતા નથી. પરંતુ જો હિંમત રાખીને પ્રયત્ન કરવામાં આવે તો આપણા જીવનમાં ચોક્કસ સફળતા મળતી હોય છે અને પરિણામ પણ આનંદદાયક આવે છે.


Rate this content
Log in