અમૃત પટેલ સ્વયંભૂ

Others

3.7  

અમૃત પટેલ સ્વયંભૂ

Others

નારીબચાવો@ મહામંથન

નારીબચાવો@ મહામંથન

3 mins
590


સાંજે રવિયો જેવો ઘરમાં દાખલ થયો ત્યાં,

'આજે પાછો પોયરાને ખાટલેથી પાળી લાયખો... ' તાપીબા રવીયાને ફરિયાદ કરતી હોય તેમ બોલી.


મજૂરી કામેથી કંટાળીને આવેલા રવિયાનો પિત્તો ગયો. પણ તેણે ક્રોધ પર કાબૂ મેળવી આજે કંઈ પણ નહીં બોલવું તેવું વર્તન કરતો તેના કામમાં વ્યસ્ત થયો. તાપીબા આમતો ગામડાનો જીવ શહેર રહેવું ન ફાવે. પણ દીકરાના આગ્રહથી થોડો સમય અહીં આવતા અને પાછા ગામ જવાની ઈચ્છા થાય તે દીકરાને કહે નહિ, પરંતુ શહેરી વહુમાં વાંક જોવો ચાલુ કરી દે એટલે ! સાસુ-વહુ વચ્ચે રોજ કાંઈને કાંઈ પરાક્રમો થતા રહેતા તે આડોશી-પડોશીને તમાશો જોવાની મઝા પડતી. બરાબર રવિયાની ઓરડીની સામે ઝીણાની ઓરડી.

રવિયો ને ઝીણો પાકા મિત્રો. ગામડેથી શહેરમાં આવીને સરકારી જમીન ઉપર થયેલા દબાણ હેઠળની ઝૂપડપટ્ટીમાં આવીને વસેલા. ઝીણો રોજ રવિયાના ઘરના ઝઘડાનો ખેલ જોતો રહેતો. ક્યારેક ક્યારેક સમજાવતો પણ તે પછી આ રોજનું થતા તે પણ હવે આ માથાકૂટમાં પડતો નહોતો. રવિયો કેટલીય વાર શાંતિ ઉપર હાથ ઉપાડતોને પછી આખા ઘરમાં રડારોડ થતી આમને આમ એક પછી એક દિવસો પસાર થતા રહેતા. ફરીથી આજે તાપીબાએ ચિનગારી ચાપી. ભડકો થવાની તૈયારી થઈ છે. ઝીણો તેના છાપરાંમાં બેઠો બેઠો ટીવી ચેનલો બદલી રહ્યો છે. ત્યાં મહામંથન ચાલુ થયું. ઝીણો થોડીવાર રોકાયો.


મહામંથન ઉપર આવતી નારીની સુરક્ષા અંગેની ડેબિટ જોવામાં તે વ્યસ્ત બની ગયો છે. નારી ઉપર થતા અત્યાચાર એન્કર એક પછી એક મુદ્દો આગળ લઈ 'નારીની રક્ષા માટે આપણી આસપાસના બનાવવા માટે આપણે જાગૃત થવું પડશે, આજે આ બનાવ બન્યો તેમાં મા-દીકરાએ વહુ ઊપર કરેલા અત્યાચારો જો આજે નહીં અટકે તો ક્યારેય નહીં...' ડિબેટ ઊપર ઉત્તેજક ચર્ચા થઈ રહી છે. ઝીણાના મનમાં શૂરાતન ચડી રહ્યું છે. તેણે બહારથી રવિયાની ઓરડી તરફથી આવતો અવાજ ના સંભળાય તે માટે ટીવોનો આવાજ વધાર્યો ! તે ડિબેટમાં એકદમ તન્મય બની ગયો છે. ત્યાં ફરી એન્કર બોલી 'આપણી આસપાસ બનતા આવા અત્યાચાર સામે જુઓ આપણે હાથ ઊપર હાથ રાખી બેસી રહીએ તો આપણે પણ એટલા જ જવાબદાર ગણાય.'


આ તરફ તાપીબા ફરીથી ઓરડીમાં જ્યાં રવિયો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ખાટલે બેસવા જતો હતો ત્યાં આવી ભડકો કરવાના ઈરાદે બોલી; 'ઉં, ઈને કેય ને ગેયલી કે પોયરાને જોજે. પન ઉં આવી ટિયારે ટે ગેરમાંજ નીમલે ને પોયરો ખાટલા નીચે અડ્ડાયા કરે !(હું, તેને કહીને ગયેલી કે છોકરાને જોજે. પણ હું આવી ત્યારે તે ઘરમાજ નહોતી અને છોકરો ખાટલા નીચે રડતો હતો.)

'ડોશી તમારે જવું હોય તો ચાલતી પકડો પણ અમારા સંસારમાં આગ ના લગાવો.' શાંતિ પણ જાણે આજે લડી લેવાના મૂડમાં હતી !

તાપીબા ને શાંતિ સામસામે આવી ગયા. ત્યાં આખા દિવસનો ભૂખ્યો તરસ્યો રવિયાએ મનનો કાબુ ગુમાવ્યો. રવિયાએ તાપીબાનો પક્ષ લઈને ફરી આજે ધીંગાણું કર્યું. શાંતિના વાળ પકડીને ઢસડીને બહાર આંગણામાં લઈ આવ્યો.

શાંતિ 'બચાવો...બચાવો... 'ચીસ પાડતી રહી.

અંધારી રાતમાં શાંતિનો રો-કકળાટ સામે ઝીણાના કાને પડ્યો. મહામંથનમાં ચાલી રહેલી ડિબેટએ ઝીણાના સમગ્ર મનનો કબજો લઈ લીધો છે. તે ખૂણામાં પડેલો પાઈપ લઈ નારીની રક્ષા કાજે બહાર આવી ગયો. રવિયો હજી કાંઈ સમજીને તેનો પ્રતિકાર કરે તે પહેલાં તેની ધોરી નસ ઉપર એક ફટકો પડયો !

ને રવિયો....'ઓ... મા..ડી..રે... !'


ઝીણાની ઓરડીમાંથી જોરશોરથી મહામંથનના એન્કરનો 'નારી પરના અત્યાચાર... નારી બચાવો નારી બચાવો...' નો જોર જોરથી ટીવીમાં અવાજ વધી રહ્યો છે જ્યારે આ તરફ એટલીજ ગતિએ રવિયનો શ્વાસ રૂંધાય રહ્યો છે...


Rate this content
Log in