Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

નામકરણ સંસ્કાર

નામકરણ સંસ્કાર

2 mins
145


આ નામકરણ સંસ્કારના માધ્યમથી બાળક રૂપે અવતરેલા જીવાત્માને કલ્યાણકારી લાભ આપવા માટે કરવામાં આવે છે જેથી પૂર્વ સંચિત સંસ્કારોમાં જે હીનતા હોય તો એમાંથી મુક્ત કરવા માટે ધર્મકાર્ય કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર આપતી વખતે મૌલિક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરીને એ પ્રમાણે વાતવરણ ઊભું કરવું જોઇએ જેથી બાળક ઉપર સારાં સંસ્કાર પડે છે.

આમ જુઓ તો નામકરણ સંસ્કાર બાળકનાં જન્મના દશમા દિવસે થાય છે અને નામ પણ સંસ્કૃત ભાષામાં અર્થ વાળા સારાં હોય એ જ પાડતાં. જેથી જે તે ધર્મ કે જ્ઞાતિના છે એ નામ ઉપરથી ખબર પડી જાય. નામકરણ સંસ્કાર વખતે બાળકનાં નામની ઘોષણા માટે થાળી યા સુંદર તકતી રાખવી એની ઉપર નક્કી કરેલું નામ પહેલેથી સુંદર અક્ષરે લખી રાખવું અને પછી ફોઈ કે કોઈ ગુરુ, કે સંત પાસે એ નામ બોલાવી એ નામની જાહેરાત કરવામાં આવે છે.

ઘણા લોકો તો ચારેબાજુથી રંગીન કાપડ પકડીને બાળકને માથે ચંદન, કુમકુમ તિલક કરીને ફૂલો પાથરીને પછી ફોઈ હોય એ ગીત ગાય છે.

ઓળી ઝોળી પીપળા પાન.

ફોઈએ પાડ્યું ભાવના નામ.

આ બધું જૂનાં જમાનામાં થતું હવે તો ટેકનોલોજીનો યુગ છે હાલના માતા-પિતાને બાળક પેટમાં હોય ત્યાંથી જ નિતનવા નામો શોધીને રાખે કે દીકરી આવશે તો ફલાણું નામ ને દીકરો આવશે તો આ નામ. પાછું એ નામનો કોઈ અર્થ સારો થતો હોય કે નહીં ?

પણ નામ તો આધુનિક જ પાડે એ પણ દેખાદેખીમાં આણે એનાં છોકરાનું નામ આ પાડ્યું તો મારાં બાળકનું આ નામ પાડીને વટ પાડી દઉં. અને પછી ઘરની ફોઈને દાપુ (ભેટસોગાદ) આપીને પટાવી દે.

આ હાલનાં નામકરણ સંસ્કાર છે પછી એ આધુનિક નામવાળા બાળકો મોટાં થઈને દેશ કે ભારતીય સંસ્કૃતિ માટે કોઈજ યોગદાન આપશે કે પછી ?

આધુનિક થઈને ભારતીય સંસ્કૃતિ ભૂલી જશે એ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

નામકરણ સંસ્કાર જો ગાયત્રી મંત્ર જાપ સાથે અને સારી સ્વચ્છ જગ્યાએ આપવામાં આવે તો એ બાળક મોટું થઈને માતા-પિતા અને પોતાનું નામ રોશન કરે છે.


Rate this content
Log in