ના સમજાય તેવી લાગણીઓ
ના સમજાય તેવી લાગણીઓ
'સાંભળો છો ! મારે મારા પપ્પા ની ખબર પૂછવા જવું છે ? તેમની તબિયત સારી નથી.'
'હા તો ફોન કરી ને પુછી લે.'
'ના મારે રુબરુ મળવું છે.'
'જો અત્યારે મારી પાસે સમય નથી અને મને રજા પણ નહિ મળે.'
'હા તો તમે મમ્મીને કો કે મીરાં બે દિવસ તેની મમ્મીના ઘરે જશે. તેના પપ્પાની ખબર પૂછવા ?'
'હા હું હમણાં પુછી જોઉં છું.
'મમ્મી...મીરાં ને તેના પપ્પાની ખબર પૂછવા જવું છે ?'
'હા પણ અહીં કોણ સંભાળશે મારાથી કામ નહિ થાય.'
'હા મમ્મી બે દિવસની વાત છે. કામવાળી તો આવે છે.' તારે ખાવા જ બનવાનું રહેશે.'
'હા હવે તું મને ના સમજાય.'
ત્યારે અંદર રૂમ ઊભેલી મીરાંના આંસુ રોકે રોકાતા નથી. આ ત
ે કેવી વાત ! લગ્ન બે વ્યક્તિ ના થયા ત્યારે તો એકબીજા સુખ દુઃખમાં સાથ નિભાવવાનો વચન આપ્યું હતું. અત્યારે મમ્મીને પૂછવું પડે છે. અને મમ્મી પણ જયારે લગ્ન પાકા થયા ત્યારે એવું કહેતા કે તમે જરાય ચિંતા ન કરો. તમારી દિકરી એ આજથી મારી દિકરી. તો એ આજે મારી લાગણીઓને કેમ ન સમજ્યા. મારી જીંદગી અને મારા જ્ન્મદાતા એવા માબાપને મળવા જવા આજીજી કરવાની તેના માટે સમય દિવસ ની રાહ જોવાની.
મીરાં વિચારોમાં ખોવાઈ. સ્ત્રીના જીવનમાં એવી કેટલી બાબતો છે તેનાથી તેનું મન રૂંધાય છે. લાગણીઓના પુરમાં આ કેવું ! વહુ એટલે તેના પતિને એકવાર પુછીને જ કામ કરવાના. લગ્ન કરીને આવે એટલે ઘરના કામ સંભાળીજ લેવાના. ચા કે ખાવા બનાવવાની ઈચ્છા ન હોય તો પણ કામ કરવાનું જ. નોકરી કરવી હોય પણ પતિ કહે રહેવા દે કંઈ જરૂર નથી, મમ્મીના ઘરે એમ જ રહેવા ન જવાઈ કંઈ કામકાજ હોય તો ઠીક છે.
આ બધી લાગણીઓને કોણ સમજે ? આ બઘું ન સમજાય કારણ તરત જવાબ મળી જાય આ તો રીત છે પરંપરાથી ચાલી આવતી રીત છે. એમાં શું તમે નીભાવો છો તો. એજ તેની લાગણીઓનું શું ? ..ન સમજાય કોઈ ને મીરાં. મીરાં હું જઉં છું તું બપોરે પરવારિને જજે. મમ્મી ને કહી ને. પછી ફોન કરું છું, બાય...