ન બોલ્યામાં નવ ગુણ
ન બોલ્યામાં નવ ગુણ


એકવાર એક સિંહે દરબારમાં હરણને પૂછ્યું “જરા જો તો, મારૂ મોઢું ગંધાય છે ?”
હરણે કહ્યું “હા, મહારાજ, તમારું મોઢું ખૂબ ગંધાય છે.”
હરણનો જવાબ સાંભળી સિંહ રોષે ભરાયો અને પંજાનો વાર કરી તેને ત્યાંજ ઠાર કર્યો. ત્યારબાદ તેણે વરુને પૂછ્યું, “જરા જો તો મારૂ મોઢું ગંધાય છે?”
વરુએ કહ્યું “ના જી, હોતું હોય...”
સિંહને વરુની ખુશામતખોરી બિલકુલ ગમી નહીં. તેથી તેણે વરુને પણ પંજાનો ઘા મારી ઠાર કર્યું. હવે સિંહે એ જ પ્રશ્ન શિયાળને પૂછ્યો.
શિયાળ બોલ્યું, “મહારાજ મને શરદી થઇ છે તેથી નાક બંધ છે. માટે આપનું મોઢું ગંધાય છે કે નહીં તે મને ખબર નહી પડે.’
બોધ : જ્યાં હા કે ના કહેવામાં નુકસાન જણાય ત્યાં ચુપ રહેવું જ હિતાવહ છે.