Dina Vachharajani

Others

4.0  

Dina Vachharajani

Others

મોર્ડન ડીટોકસીફીકેશન

મોર્ડન ડીટોકસીફીકેશન

1 min
12.1K


શીતલના અપાર આશ્ચર્ય વચ્ચે આજની સવાર જુદી જ ઉગી. કાલેજ મહીનાની યાત્રા પરથી પાછા આવેલા સાસુની હંમેશની રીતરસમ, ટેવ, સ્વભાવ મુજબ રોકટોક અને ઘરનાં બધા પરની ટકટક ભરી સવારને બદલે અત્યારે વાતાવરણ શાંત હતું.

સાસુમા યાત્રાએ નીકળ્યા ત્યારે એમને અપાવેલા સ્માર્ટ ફોન વાપરતા આવડતાં જ, યાત્રા પરથી પણ ફોન પર હાજરી પુરાવતાં રહેલાં સાસુમા, આજે તો નાહી, ઝટપટ પૂજા ને નાસ્તો કરી પોતાના રુમમાં ભરાઇ ગયેલાં. ખુશ થતાં શીતલે વિચાર્યું, યાત્રા દરમ્યાન ભગવાનના સાંનિધ્યમાં મમ્મીના હ્રદય -મન શુધ્ધ અને શાંત થઇ ગયાં. આભાર ઇશ્વરનો....

ખૂબ વાર થઈ એટલે ધીરજ ન રહેતાં શીતલે મમ્મીના રુમમાં ડોકિયું કર્યુ. જોયું કે મમ્મી તો ઊંધું માથું ઘાલી સ્માર્ટ ફોનમાં ખૂંપી ગયેલાં. યૂ ટ્યૂબ પરથી પોતાને ગમતાં ગીતો, પ્રવચન, ભજન અને ઘણી બધી એપ ખોલી એના સાંનિધ્યમાં !

રમૂજથી શીતલે વિચાર્યું ઓહો ! આ તો મોર્ડન ડીટોકસીફીકેશન.



Rate this content
Log in