STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મોહ

મોહ

1 min
67

એકનો એક દીકરો નિરજ કેનેડા સ્થાયી થઈ ગયો એટલે રક્ષા બહેનને વિદેશનો મોહ વધી ગયો અને નિરજે ત્યાં જ લગ્ન કર્યા સાક્ષી સાથે.

રક્ષા બહેન વોટ્સએપ પર ફોટા જોતા અને વિડિયો કોલ પર વાત કરતાં એમનો દિનપ્રતિદિન કેનેડા જવાનો મોહ વધતો ગયો.

નિરજ ને ત્યાં દીકરા નો જન્મ થયો...

છ મહિનાનો થયો યશ એટલે નિરજે રક્ષા બહેન ને કેનેડા બોલાવ્યા.

રક્ષાબહેન આખી સોસાયટીમાં પ્રચાર કર્યો કે પોતે દીકરાને ત્યાં કેનેડા જાય છે.

રક્ષા બહેન કેનેડા પહોંચ્યા એક અઠવાડિયું તો હરવા ફરવા અને નવું વાતાવરણ માણવાનો આનંદ પામ્યા પણ પછી નિરજ અને સાક્ષી નોકરી જતાં રહે એટલે યશ ને રાખવાનો અને ઘરનું બધું જ કામકાજ કરવાનું અને આજુબાજુ માં ક્યાંય વાતચીત નહીં કરવાની એટલે એમનો વિદેશનો મોહ ઊતરી ગયો.

રોજ બાળક સાચવવું અને ઘરમાં બધાં જ કામકાજ કરીને રક્ષા બહેનનો પુત્ર અને પ્રપોત્રનો મોહ પણ ઉતરી ગયો અને ભારત પાછા આવવા માટે નિરજને વિનવી રહ્યાં.


Rate this content
Log in