Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Mariyam Dhupli

Others


4  

Mariyam Dhupli

Others


મોડર્ન

મોડર્ન

3 mins 23.5K 3 mins 23.5K

"મમ્મી તારું ફેસબુક પ્રોફાઈલ આમ કાળું ધભ કેમ કરી નાખ્યું. એનું ઉપર અંગ્રેજીમાં બ્લેક લાઇવ્સ મેટર એવું લખાયું છે. એ બધાએ મૂક્યું એટલે તે પણ મૂક્યું ? એમજ ને ?"

સામે બેઠી મમ્મીએ મોબાઈલમાંથી આંખો ઉપર ઉઠાવી દીકરા તરફ ત્રાંસી દ્રષ્ટિ ફેંકી.

"તારી મા એવી પણ ઠોઠ નથી. એ તો અમેરિકામાં એક ગોરા પુલીસ કર્મચારી દ્વારા જ્યોર્જ ફ્લોઇડ નામક કાળી ચામડી ધરાવતા યુવકની હત્યાનો વિરોધ દર્શાવવા માટે છે. તું જાણે છે વ્હાઇટ હાઉસની બહાર તરફ રસ્તાઓ ઉપર લોકોએ વિશાળ કાયી શબ્દોમાં 'બ્લેક લાઈવ્સ મેટર' રંગ્યું છે. ફેસબુક પર પણ વિશ્વના જુદા જુદા દેશોએ પોતપોતાનો વિરોધ દર્શાવવા પોતાના પ્રોફાઈલ પિક્ચર બદલ્યા છે. "

"વાહ મમ્મી. પહેલા વ્હોટ્સ એપ , પછી ફેસબુક ને ટ્વીટર અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારો. તું તો સાચા અર્થમાં મોડર્ન બની ગઈ. આમ રીઅલી પ્રાઉડ ઓફ યુ. "

યુવાન દીકરાની પ્રસંશાથી સંધ્યાબેનની આંખો ચમકી અને ખભા થોડા ઉપર તરફ ખેંચાયા."

"સમય પ્રમાણે જો ન બદ્લાઇએ તો પાછળ રહી જઈએ. વ્યક્તિ પાછળ રહી જાય તો સમાજ પણ પાછળ રહી જાય. " મમ્મીના ઊંચા વિચારો અને આધુનિક દ્રષ્ટિકોણથી દીકરાની આંખો અને ચહેરાના હાવભાવો પ્રભાવિત થયાની સાક્ષી પુરાવી રહ્યા.

"વેરી ઈમ્પ્રેસીવ. આઈ મસ્ટ સે." બાઈકની ચાવી હાથમાં લઇ એણે મમ્મીના ખભા ઉપર હાથ ટેકવ્યો. " હું નીકળું. સાંજે મળીએ."

"અરે સાંભળ પંડિતજી આ ત્રણ તસવીરો આપી ગયા છે. તું જોઈ લે એકવાર. તને કઈ ગમે છે ? નક્કી થઇ જાય તો મુલાકાત ગોઠવી દઈએ. " ઉતાવળે બાઈકની ચાવી ફેરવતા યુવાન ડગલાં બહાર તરફ નીકળી પડ્યા. "તુજ જોઈ લે. હું તો ફક્ત મળવા આવીશ...."

"અરે, પણ...સંકેત..સાંભળ તો ખરો. " એક ઊંડા નિસાસા જોડે સંધ્યાબેને મોબાઈલ પડખેના ટેબલ ઉપર મુક્યો. પંડિતજીએ આપેલ ત્રણ તસવીરો ઉપર એક ઊડતી નજર ફેરવી. તરતજ એક તસ્વીર ટેબલ ઉપર પરત મૂકી દીધી. બાકીની બે તસ્વીર એક પછી એક ઝીણવટપૂર્વક નિરીક્ષણ પામી રહી. ઓફિસ જવા માટે શુટબુટમાં સજ્જ પતિએ જેવો બેઠકખંડમાં પ્રવેશ કર્યોજ કે બન્ને તસવીરો એમના ચહેરા આગળ બે વિકલ્પો સમી ધરવામાં આવી. 

"હવે તમેજ મદદ કરો. આ યુવતી ડોક્ટર છે. કેનેડા સ્થાયી છે. અને આ શિક્ષિકા છે. અમદાવાદની છે. મને તો બન્ને ગમે છે. આપણા સંકેત જોડે કોની જોડી વધુ જામશે ? "

બન્ને તસવીરો પર વારાફરતી એક ઝડપી દ્રષ્ટિ ફેંકાય.

"કેનેડા બહુ દૂર પડે સંધ્યા. મને તો અમદાવાદ જ ગમે છે. નીકળું. ઓફિસનો સમય થઇ ગયો." પત્ની તરફ સ્નેહ ભર્યું સ્મિત વેરી ડગલાં ત્વરિત ઓફિસની દિશામાં ઉપડ્યા.

અચાનક સંધ્યાબેનને કંઈક યાદ આવ્યું. "મારી ફેરનેસ ક્રીમ ન ભૂલતા."

"યાદ છે. લઇ આવીશ...." ઘરમાં એકાંત વ્યાપ્યું. સંધ્યાબેનના કાનમાં દીકરાના શબ્દો ફરી પડઘાયા. 

"તું તો સાચા અર્થમાં મોડર્ન બની ગઈ. આમ રીઅલી પ્રાઉડ ઓફ યુ."

સંકેત માટે જે યુવતી પસંદગી પામી હતી એની તસ્વીર તરતજ વોટ્સએપ ઉપર મોડર્ન પદ્ધતિએ અપલોડ કરી પંડિતજી સુધી પોતાનો વિકલ્પ પહોંચાડી દીધો. પંડિતજીએ મેસેજ કરી મોકલાવેલ મુલાકાતનો સમય અને તિથિ પતિ અને દીકરા બન્નેને ફોરવર્ડ પણ કરી દીધા. એક ઊંડા શ્વાસ દ્વારા રાહતનો દમ ભરી તેઓ રસોડા તરફ ઉપડ્યા. હાથમાંની બન્ને તસ્વીર નજીકની અલમારીમાં સચકી દીધી. ટેબલ ઉપર પરત મૂકી દીધેલી એક તસ્વીર ત્યાંજ વિસરાય ગઈ. હવાની લહેરો જોડે એ તસ્વીર શાંત બેઠક ખંડની ભોંય ઉપર આવી પછડાય. તસ્વીરમાંથી સ્મિત વેરી રહેલ સુંદર ચહેરાનો શ્યામ વર્ણ એના સ્મિત જેવોજ ગર્વથી છલકાઈ રહ્યો હતો.


Rate this content
Log in