Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મનોમંથન

મનોમંથન

1 min
90


મગનલાલ અને જમના બા એકલાં રહેતાં હતાં એક નો એક દીકરો મનીષ કેનેડા ભણવા ગયો પછી ત્યાંજ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો.

કેટલી વખત મગનલાલ અને જમના બા એ કહ્યું પણ મનીષ એક વખત મળવા આવીને જતો રહ્યો.

ઉંમર વધવાને લીધે જમના બા ને શરીરમાં તકલીફ વધી પડી એટલે એ પથારીમાંથી ઊભાં થઈ શકતાં નહોતાં એટલે એમની સેવા મગનલાલને કરવી પડતી પણ તકલીફ એ હતી કે મગનલાલને કાને સંભળાતું નહોતું એટલે જમના બાને જ્યારે બાથરૂમ કે નિત્યક્રમ માટે જવું હોય તો પથારીમાં પડ્યા પડ્યા બૂમાબૂમ કરતાં, આ સાંભળીને પડોશીઓ દોડી જતાં પણ મગનલાલ કોઈની મદદ લેતાં નહીં અને જૂનાં જમાનાનાં હતાં એટલે એમને આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરતાં નહોતો આવડતો.

જમના બા પથારીમાં પડ્યા પડ્યા મનોમંથન કરી રહ્યા કે હે "ભગવાન મારી પરવરીશમાં એવી શું ભૂલ થઈ ગઈ કે મારો દીકરો અમારી સામે નથી જોતો..."


Rate this content
Log in