મનન
મનન
રમેશના પિતાજી ખેતીકામ કરતા હતા. અચાનક જ હ્રદય રોગનો હુમલો આવતાં હરિશરણ પામ્યા. રમેશને આઘાત લાગ્યો હતો. રમેશે નક્કી કર્યું કે હું સખત મહેનત કરીને દાક્તર બનીશ.
સમય જતાં ખૂબ ખૂબ મહેનત કરી, કઠોર પરિશ્રમને વળગી રહ્યો. પોતાનું દાક્તર બનવાનું સ્વપ્ન પુરુ કર્યુ. રમેશની માતા અને આખું ગામ હરખી રહ્યું. રમેશે સરકારી નોકરી કરતાં કરતાં અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી લીધી.
રમેશને સફળતાનો નશો ચડી રહ્યો હોય એવું લાગતાં રમેશની માતાએ ટપાર્યો. પોતાનાં જ ગામમાં રહીને ગરીબ લોકોની સેવા કરવાનો ભેખ ધર્યો હતો, એ સંકલ્પ કોરે મૂકીને વિદેશ જવા માટે તલપાપડ બન્યો. ઘણી મુસીબતોનો સામનો કરી માતા આખરે એકલાં જ રહી ગયા.
