STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મને જવાબ આપો

મને જવાબ આપો

1 min
92

અજય ફેક્ટરીમાંથી રાત્રે એક વાગ્યે ઘરે આવ્યો એ સાથે જ મીતા ગુસ્સામાં બોલી,"આવી ગયાં ?"

"કોઈ કામ હજી બાકી રહ્યું હોય તો પતાવીને આવવું હતું ને ?"

"ખોટાં વહેલાં ઘરે આવી ગયા ?"

અજય બૂટ મોજા કાઢી ને એકબાજુ મૂકી રહ્યો..

મીતા બોલી , "લગ્ન ને છ મહિના જ થયાં છે પણ તમને એક પણ દિવસ એવો વિચાર આવ્યો કે ઘરે કોઈ રાહ જોઈ રહ્યું હશે ?"

"મને આ કાવ્યા ફેક્ટરીની ઈર્ષા આવે છે ."

"સાચું કહેજો આ કાવ્યા છે કોણ ?"

અજયની આંખો સામે એ દ્રશ્યો તાદ્દશ થયાં ને એની આંખોમાંથી આંસુની બુંદ ટપકી..

અજય બાથરૂમ તરફ જતાં આંખો લૂછી ને બોલ્યો ,"કોઈ જ નથી.."

"કાલથી તને ફરિયાદનો મોકો નહીં આપું."


Rate this content
Log in