Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન સ્વનું - ૬

મન મંથન સ્વનું - ૬

2 mins
191


જળ સાથેના માનવના સંબંધો વિશે આપણે જોયું ને કવિ કાન્તને યાદ કર્યા..આજે મારા મન સાથે માનવની પ્રકૃતિ એટલે સ્વભાવને જોડુ ને વિચારું તો એક વાત જરૂર કહી શકું કે માનવી તેના સ્વભાવને ઉમદા બનાવી શકે છે જો ભારતના આધ્યાત્મિક જીવનને સમજે..વર્ષોથી જોતા આવ્યા છીએ કે માનવ સ્વભાવ મુખમે રામ બગલમે છૂરી જેવો જ રહ્યો છે..હરિગુણ ગાતી ને હૈયામાં કાતી...દુર્યોધને તક સાધી કર્ણને મિત્ર બનાવી દીધો પણ કર્ણ પણ પ્રકૃતિમાં ઈર્ષા રાખી દ્રૌપદીની સાથે બદલો લેવા કે કુંતીને પશ્ચાતાપ કરવાનો પણ સમય ન રહ્યો..પણ મહાભારત જેવો ગ્રંથ શીખવી ગયો જો અસંતોષ સદા વિનાશ જ નોતરે છે.

દોહરા-

નમન નમનમેં ફેર હૈ, બહોત નમે નાદાન,

દગાખોર દૂ ના નમે, ચિત્તા ચોર કમાન,

ધુત્તા હોય સલક્ષણા, વેશ્યા હોય સલજ્જ,

ખારા પાણ નિર્મળા, એ ત્રણે ચીજ અખજ્ય,

મનુષ્યમાં નાપિક જુઓ, કાગ પંખી નિર્ધાર,

પશુમાં જંબુક જુઓ, ઠગ ચંચળ સરદાર.

અહીં જુઓ દરેકની પ્રકૃતિ આપી છે.. શું અખજ્ય છે તે પણ દર્શાવ્યું છે.(ન ખાવા યોગ્ય). પશુ પણ ને પંખી પણ તેમની પ્રકૃતિને જ વળગી રહે..

સાધુ ભલો સત્સંગી, માનવી ભલો સંસારી, જંગલી પશું માંસાહારી ને ..આ તેની પ્રકૃતિ. આજનો માનવી સંસારી પણ ને રક્ષક ઓછો ભક્ષક વધુ બન્યો છે.

સરસ દ્રષ્ટાંત મારા મતે કે ચોમાસામાં વડનાં ઝાડ નીચે રીંગણાનો છોડ મોટો થયો, ફળ્યો ત્યારે તે વડને કહે છે હું ને તમે અહીં માતા સમાતા નથી, માટે તમે ખસીને જગ્યા કરો, ત્યારે વડે કહ્યું , ”તમને રહેવા માટે જગ્યા આપી છે, માટે હમણા ધીરજ ધરો. વરસાદ ગયો ને આસો આવ્યો એટલે રીંગણીનાં છોડવા સુકાયા ને નષ્ટ થઈ ગયા. પણ સજ્જનતા દાખવનાર વડ ટકી રહ્યો. એમ જ હલકી પ્રકૃતિના માણસ સારૂ થતા ફૂલાય ને સજ્જન ધીરજ ધરે તે એમની પ્રકૃતિ..ખોટું અભિમાન ક્યારેય ન ટકે.

પ્રભુને તુલસીદાસ કહી ગયા એક માનવ તરીકે...

મૈં અપરાધી જનમકા નખસિખ ભરા બિકાર

 તુમ દાતા દુ:ખ ભંજના મેરી કરો સભ્હાર.

સર્જનહારે સર્જ્યુ છે તો પ્રકૃતિ ને કપટથી દૂર જ રાખો.


Rate this content
Log in