Shree Patel

Others

3  

Shree Patel

Others

મન મંથન - ૫

મન મંથન - ૫

2 mins
191


  ધરાના મહત્વ પછી આપણને કુદરતે આપ્યું જલ. . જળ કે નીર કે પાણી. જેને આપણે અત્યારે પેટ ભરી

પીએ છીએ. વ્યય થાય ત્યારે માનવી એમ વિચારે છે વાપરું છું પણ પૈસા પણ આપું છું. કપરા કાળ આવશે ત્યારે પૈસા આપતા પણ પાણી નહીં મળે.

 યમુના નદીમાં નાગ જેમ પાણીમાં ઝેર છોડતો ને રાજ

કરતો તેમ આ સમયે જળ પ્રદુષણ ભરડો લઈ જ રહ્યું છું.

નરસિંહ મહેતા રચી ગયા જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી હમારો જાગશે ને તને મારશે. . ” કૃષ્ણ હતા તેથી નાગ નાથીને યમુના નદીને ઝેર મુક્ત કરી પણ આપણે પ્રકૃતિને નહીં છોડીએ ને પ્રદુષણ અમારો જન્મ સિદ્ધ હક છે સુંદર નદીઓ, ઝરણાઓ ને ગંદા ને બંધ કરી દઈશું.. ફરી ધોધમાર પડતાં વરસાદમાં ખાળે ડૂચાં સાફ કરવા જઈશું ને જે સરકારને પૈસા ચૂકવી રહ્યા છે તેને ગાળો દઈશું.

 ફરી કોઈવાર એ ચર્ચા લાંબી કરશું પણ જળએ પ્રકૃતિની સુંદર ભેટ છે, નદીકિનારે વહેતા તેના ખળખળ

વહેતાં ને કર્ણ મધુર મોજાના સંગીત માટે કેટ કેટલાય કાવ્યો રચાયા છે. . સાધુ સંતો નદીઓને કિનારે આશ્રમો બાંધતા કે ગુરૂકૂળો બાંધતાતે તેની પ્રકૃતિને કારણે. . રામકૃષ્ણ પરમહંસ અમેરિકાના સિયાલટનની સુંદર પ્રકૃતિને વહેતા ઝરણાને ગાઢ જંગલ તરફ આર્કષાયા હતા. રંગઅવધૂત ભરૂચ પાસે વહેતી નર્મદાનદીના તટ પર નારેશ્વરની ભૂમિ તપ જપ માટે પસંદ કરી હતી. . .

કવિ શ્રી નરસિંહરાવ દિવેટિયાના કાવ્યપ્રેમળ જ્યોતિ

તારો દાખવીની બે કડી મને યાદ આવે છે. . .

કર્દભૂમિ કળણ ભરેલી,

ને ગિરિવર કેરી કરાડ,

ધસમસતા જળ કેરા પ્રવાહો,

સર્વ વટાવી કૃપાળ,

મને પહોંચાડશે નીજ દ્વાર.

 હવે મૃત્યુ પછીના અસ્થિવિસર્જન કરવા ગંગા સુધી પણ જવું કપરું થયું છે. . કાશીના તટ સાફ થયા તો હવે એ જળ ની અંજલી ભરવી ગમે. . કેટલી વીતી છે વહેતા જળને. . વિચારો. . કે બંધિયાર હોત તો શું થાત ?

  પવિત્ર નદીઓના ભારતને ભરપૂર જળનો ભંડાર મળ્યો હતો. જેના તટ પર વેદો ઉપનિષદો રચાયા તે તટને સાફ કરવાના વારા આવ્યા.

કાન્તનું કાવ્ય યાદ છે શું વર્ણન છે. . સાગર અને શશીનું ચાલો આજે એ સૌંદર્ય માણીએ. .

આજ મહારાજ ! જલ પર ઉદય જોઈને 

ચન્દ્રનો હૃદયમાં હર્ષ જામે, 

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન

નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;

પિતા ! કાલના સર્વ સન્તાપ શામે !..

– ‘કાન્ત’ 

  જળનો મહિમા સમજો ને નદી ને સમુદ્ર તટનું સૌંદર્ય માણો. . પ્રકૃતિના આ સુંદર રૂપને વ્યર્થ ન સમજો.

મારા સ્વમતે સુંદર સ્વર્ગથી ઊંચી ધરા પર વસીએ છીએ

તે પ્રકૃતિને બચાવીએ.


Rate this content
Log in