Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

મમતા

મમતા

1 min
174


મમતા બેનને બે દીકરા હતાં મોટો અજય અને નાનો લલિત પણ લલિત નાનપણથી જ મગજનો થોડો અસ્થિર હતો... મા ને તો બન્ને દીકરીઓ વહાલાં હતાં પણ થોડું વધું પડતું ધ્યાન એ લલિત તરફ રાખતાં એ જોઈને અજય મા ને ગમે એમ બોલતો અને અપમાનિત કરતો અને મા નાં જુએ એમ લલિતને માર મારતો. અજય ભણીગણીને મોટો પદાધિકારી થયો ને પ્રેમલગ્ન કરીને ગૌરીને ઘરમાં લાવ્યો. મા એ હરખે ઓવારણાં લીધાં ને લલિતને ભાભીને પગે લાગવા કહ્યું જે લલિતે શરમાતાં અને બીતાં પગે લાગ્યો.

ઘરમાં ગૌરીએ રોબ જમાવવા માંડ્યો અને મમતાબેન અને લલિતને હડધૂત કરવા લાગી.

મમતાબેન આ બધું સહન કરતાં મનથી તૂટી ગયાં અને પથારીવશ થઈ ગયા પછી તો અજય અને ગૌરી મમતાબેનની સામે જ લલિત ને મારઝુડ કરતાં આ બધું જોઈને મમતાબેન રડી પડતાં.

એમણે સહન ન થતાં એક દિવસ અજય ને કહ્યું કે તું શા માટે આવું કરે છે એ ગમે તેમ તોય તારો ભાઈ જ છે.

એટલે અજયે કહ્યું કે ના મારે કોઈ ભાઈ નથી આ મારો દુશ્મન છે અને તે મને મા તરીકેનો પ્રેમ જ નથી આપ્યો આ ગાંડાને જ બધું આપ્યું છે એમ કહીને જોરથી બારણું પછાડીને બંધ કરીને પોતાના રૂમમાં જતો રહ્યો.. એ દિવસે મમતાબેને અને લલિતે કંઈ જ ખાધું પીધું નહીં અને રડતાં જ રહ્યાં.

અચાનક એક દ્રઢ નિશ્ચય કરીને મમતાબેને લલિતને ઊભો કર્યો અને નજીકમાં આવેલા રેલ્વેના પાટા ઉપર જઈને સૂઈ ગયાં.


Rate this content
Log in