મમરાનો વઘાર
મમરાનો વઘાર


સાસુમાં એ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરે. એટલે એક ટાઈમ જમે. એટલે વહુ ને સાસુમા કીધું કે, 'બહું દિવસથી વઘારેલા મમરા ખાધા નથીં. તુ વધારી આપજે હું જમવા બેસું ત્યારે આપજે.' એટલે ઘરમાં મમરા ન હોવાથી વહુ તેની બેવરસની દિકરી ને સ્કૂટી પર બેસાડી ઘરનો સામાન અને મમરા લઇ આવી. આવીને કામ પતાવ્યું. અને દીકરી હેરાન કરતી હોવાથી તેની સાથે થોડીવાર રમવા બેઠી. એટલે તે મમરા વઘારવાનું ભૂલી ગઇ. સાસુમા જમવા બેઠા ત્યાં સુધી યાદ કરાયું અને જમતા જમતા બોલવાનું ચાલુ કર્યું. વહુ એ કીધું હું ભુલી ગઇ મમ્મી લાવો ફટાફટ વધારીને આપુ. સાસુમા પણ ફટાફટ જમવા લાગ્યા અને બોલવા લાગ્યા. આટલું કામ યાદ ન રહે....મારે એક વાર જમવાનું હતું ..નાના....નાના ભૂલી શેનું જવાય. એ ત્યાં સુધી બોલવાનું ચાલું કરીયું કે વાત બાપના ઘર સુધી ગઇ. કશું ફોઈઓએ . અને મા ને બા એ કંઈ શીખવાડ્યું હોય તો ને ...બાપને ઘેર જેમ મરજી ફાવે એવું કરીયુ હોય.....વગેરે એક પછી એક શબ્દો નીકળતા ગયા.
વહુ બોલી, 'મમ્મી શાંતિ રાખો હું ભુલી ગઈ. મારે ના વઘારવા હોત તો બજારમાંથી લાવત જ નહીં. મને થોડો સમય આપો.' 'ના... ના તમારે રોજ એવું હોય... સાસુ ગમતી જ નથી.' 'અરે મમ્મી તમે મને વધારે જ બોલો છો.'આમ આખો દિવસ ચાલ્યું.
નોકરી પરથી છોકરો આયો. પાણી પીવી એ પેલા સાસુએ ચાલું કરીયું. વહુ પોતાનો પક્ષ રાખે તે પહેલાં દિકરા એ કહી દીધું 'તારે મારી મમ્મીને ખસ પણ નહીં કહેવાનું.' વહુ બોલી...'પણ મેં....'..'એકવાર કીધું ને...' સાસુમાએ ચલાવ્યું 'મને મમરા વધારીને આપવાનું જોર આયું. હવે વહુનું પણ મગજ ગયું. 'તમે બન્ને મારી વાત સાંભળવા તૈયાર જ નથી. અને વાતનું વતેસર કરો છો.' 'હા...સાસુમા બોલ્યા 'હું તો વાતનું વતેસરજ કરું છું. તું તો દૂધે ધોઈલી આવી પિયરથી.' 'મમ્મી તમે મને જે કહેવું હોય તે કહો .મારા પિયર વિશે કંઈ ન કહો. એ કંઈ કહે છે કોઈ દિવસ કશું.' પાછું સાસુમાએ ચાલું કરીયું ..એટલે વહુએ તેના પતિને રુમમાં જઈને કીધું. 'મારુ હવે માથું દુઃખી ગયું છે તમે મને કાલનો દિવસ મારા ભાઈ જે ન
જીકમાં રહે છે. તેના ઘરે મુકતા જજો એટલે મમ્મી ગુસ્સો પણ શાંત થઈ જશે.' પણ પતિ તો ઊંધુ વિચારી ને બોલ્યો 'હેડવા માંડ મારે તારી કોઈ જરુર નથી.' પત્ની બોલી 'તમે કેમ આવું બોલો છો. હું બે ત્રણ કલાક માટે જવાનું કહું છું. સાંજે પાછી આવી જઈશ. 'વહુને પતિ તેને ન લઇ ગયો. એટલે એક દિવસ છોડી તે બીજા દિવસ પતિને કહીને ગઇ. 'તમે મને સાંજે લઇ જજો.' વહુએ સાંજે ફોન કરીયો મને લેતાં જજો. પણ પતિ આયો નહીં 'જાતે ગઇતી તો જાતે આવી જજે.' એટલે હવે પત્નીનું મન ભરાઈ આવ્યું. મારું અસ્તિત્વ જ નહીં. વિચારો માં તે દિવસે પિયરથી સાસરે ના ગઇ.અને હવે ખરું વાતનું વતેસર થયું.
ભાઈ એકલો નોકરી કરતો હતો એટલે ખ્યાતિ .....તેના
મમ્મી પપ્પા ને બા દાદા ને વાત કરવાની ના પાડી. તેમનો પણ ગુસ્સો ઠંડો થશે એટલે લઇ જશે. પણ બે દિવસ... ચાર દિવસ થયા પણ તે લેવા આવ્યો નહીં. હવે ખ્યાતિ એ ગામડે વાત કરી એટલે તેના પપ્પા આવીને લઇ ગયા. પિયર ગયા પછી તેની દિકરીના રમતા ફોટા તેના પતિ ને મોકલે. પણ એક પણ ફોન આવ્યો નહીં. આમ પછી ખ્યાતિ ફોટા મુકવાનું બંધ કરીયું બંને વચ્ચે વાતચિંત પણ બંધ થઈ.
એક મહિના પછી ખ્યાતિના પપ્પા એ ફોન કરીને કીધું. 'મારે હવે મારી દીકરીને મોકલવી નથી.' એટલે જે સંગાસંબધી દ્વારા લગ્ન થયા હતા. ત્યાં સાસુએ ફોન કરીને કહે છે. કે 'તેમની દીકરી સમજાવો આમ ઘર છોડીને જતું થોડું રહેવાનું હોય.' એટલે સંગા જે જાણતા હતા તેમને કીધું 'પતિ જો ઘર છોડીને જવાનું કહેતો હોય કે ફાવે તો રહે નહિ તો તું તારે રસ્તે તો ઘર કેવી રીતે બંધાય.'આમ વાતો કરી .એટલે વાતનો નિકાલ કરવા બધા એક જગ્યાએ ભેગા મળીને વાત કરવા નક્કી કર્યું.
ભેગા મળીને ખ્યાતિના પિયરવાળા કહ્યું કે 'અમારી પણ એકની એકજ દિકરી છે. તમે આવી રીતે વાતચિંત બંધ કરી દો તો અમારે શું સમજવું.' સાસરીવાળા તેમની વાત રાખી. આમ એકબીજાની વાત રજૂ કરીને. અને એકબીજાની વાતને ભુલી નવેસરથી એકબીજાને સાથે ફરી જીવન જીવવાનો મોકો આપે છે.