STORYMIRROR

Het bhatt

Children Stories Inspirational

4  

Het bhatt

Children Stories Inspirational

મજબુર મા

મજબુર મા

5 mins
258

મા તે મા બીજા બધા વગડાના વા

ગોળ વિના મોરો કંસાર, મા વિના સુનો સંસાર.

નવ મહિના પેટમા રાખીને પેટે પાટા બાંધી બાળક નો ઉછેર કરે છે. ભીને સુઈ પોતે સુકે સુવાડે છે બાળકને. તો કેવી ગણવી મા ને ? સ્વાર્થી કે મજબુર મા ?

“મમ્મી, આ વર્ષે ઉનાળાની રજાઓમા હું ઘરે આવી શકું ? મારી બધી જ બહેનપણીઓ પોતાના ઘરે વેકેશનમા જવાની છે. હું પણ આવી જાઉં ?” વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમા ક્યારેય હું એકપણ વેકેશનમા આવી નથી. મમ્મી, આ વર્ષે સ્કૂલમા હું ટોપર છું."

"શાબાશ દીકરા, તું આમ જ હંમેશા સફળ થઈશ અને આગળ વધતી રહીશ.”

ફરી એક જ સવાલ “મમ્મી, આ વર્ષે ઉનાળાની રજાઓમા હું ઘરે આવું ? મારી બધી જ બહેનપણીઓ પોતાના ઘરે જવાની છે. હું પણ આવી જાઉં ?” કેટલા વર્ષો વીતી ગયા મારા હોસ્ટેલમા રહે. તું તો મને મળવા આવે છે, પરંતુ મને ક્યારેય ઘરે નથી આવવા દેતી. હવે તો મને ઘરનો કોઈ ખૂણો પણ નથી યાદ મમ્મી.”

“અરે દીકરા શું કરીશ તું અહીંયા આવીને ? હું તો આખો દિવસ ઓફિસમા હોઉ છું, અને સાંજે આવીને દુકાન ઉપર. તને ઈચ્છું તો પણ સમય નહીં આપી શકું. એક કામ કરું છું, ચાલ હું જ આ વખતે એક-બે દિવસ નહિ, પરંતુ એક અઠવાડિયાની રજા લઇ અને તારી પાસે આવી જાઉં છું, બસ રાજી બેટા ?”

“સારું મમ્મી, તને જે યોગ્ય લાગે એ, ફોન મુકું છું.”

આ વાતચીત ચાલી રહી હતી અઢારવર્ષની ક્રિશા અને તેની મમ્મી માધવીબેન વચ્ચે. માધવીબેન એક સિંગલ મધર હતી. તે પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરતી હતી, અને એટલે જ તેને સારા અભ્યાસ માટે પાંચ વર્ષની ઉંમરમા જ બોર્ડિંગ સ્કૂલમા મૂકી દીધી હતી અને પોતાની જાતને સતત કામમા સોંપી દીધી હતી.

ક્રિશાને પણ તેની મમ્મી પાસે એક જ ફરિયાદ હતી કે તે રજાઓમા તેને ઘરે નહોતી આવવા દેતી. પોતે થોડા દિવસ ત્યાં રહી આવતી, પરંતુ ક્રિશા પાંચવર્ષની ઉંમર બાદ કયારેય ઘરે નહોતી ગઈ. એનું પણ મન પોતાના ઘરે જવાનું હતું, રજાઓમા તેની બધી જ બહેનપણીઓ પોત પોતાના ઘરે જતી, પરંતુ ક્રિશા ક્યારેય નહોતી જઈ શકતી, એ વાતનું દુઃખ પણ તેને હતું.

ધીમે ધીમે દિવસો વીતતા ગયા, સમયનું ચક્ર ફરતું ગયું અને ક્રિશા મોટી થવા લાગી, મેનેજમેન્ટનો અભ્યાસ કરી અને તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમા સારી નોકરી પણ મળી ગઈ. માધવીબેનને આ વાતની ખબર પડી ત્યારે તેને ખુબ જ ખુશી થઇ, તેને ક્રિશાને કહ્યું કે તે ત્યાં આવી અને તેનું ઘર વસાવીને સજાવી દે. પરંતુ ક્રિશાએ આ વખતે તેની મમ્મી માધવીબેનને આવવાની ચોખ્ખી ના પાડી દીધી.

માધવીબેને ક્રિશાને કહ્યું: “શું કામ બેટા ના કહે છે ? તું એકલી કેવી રીતે બધું કરી શકીશ ? હું આવી જાઉં છું, તને પણ મદદ મળી જશે.”

ક્રિશાએ માધવીબેનને કહ્યું: “રહેવા દે મમ્મી, જયારે મારે તારી જરૂર હતી, ત્યારે તું ખુબ જ બીઝી હતી, આજે હું બીઝી થઇ ગઈ છું, આમ પણ તું આવીશ અને બે-ચાર દિવસમા પાછી ચાલી જઈશ, પછી તો મારે એકલી એ જ રહેવાનું અને બધું સેટ કરવાનું છે ને ?”

માધવીબેન ને કહ્યું: “ગુસ્સામા છો બેટા ?”

ક્રિશા એ જવાબ આપતા કહ્યું: “ના બસ એમ જ મમા !”

માધવી બેન ને કહ્યું: “સારું બોલ, કેવી રીતે મનાવું મારી લાડલી ઢીંગલી ને ?”

ક્રિશા : “જો મમ્મી તું મને સાચે જ મનાવવા માગે છે તો બધું જ છોડીને મારી પાસે આવી જા, હવે તો હું એટલું કમાઈ શકું છું કે આપણા બંનેનું જીવન સારી રીતે વીતી શકાશે. બાળપણ તો મારુ તારા પ્રેમના ટુકડામા વીત્યું છે, પરંતુ હવે આગળનું જીવન મારે તારી સાથે જીવવું છે.”

માધવી બેન : “મન તો મારુ પણ છે તારી સાથે રહેવાનું, પરંતુ શું કરું ? હું મજબુર છું, હું નહિ આવી શકું બેટા !”

ક્રિશા : “મમ્મી તું કાલે મજબૂરી હતી, એ વાત મને સમજ આવતી હતી, પરંતુ આજે તો બધું જ હવે સારું થઇ ગયું છે ?” હવે શેની મજબૂરી છે ?"

માધવીબેન : “હું તને નહિ સમજાવી શકું મારા બેટા.”

ક્રિશા : “હવે સમજી મમા, તારી સૌથી મોટી મજબૂરી હું જ છું. અને બધા કહેતા હતા કે હું મારી મમ્મીના માથે ભાર છું એટલે એ મને પોતાની પાસે નથી આવવા દેતી. અને હવે તે પોતે જ મારા વગર પોતાની દુનિયામા ખુશ રહીને જીવવા માગે છે. પરંતુ હું જ પાગલ હતી કે જે તને મજબુર સમજતી હતી. તું મજબુર નહીં પરંતુ સ્વાર્થી છે. પરંતુ આજ પછી હું સ્વાર્થી છું અને તારી ભાષામા કહું તો મજબુર છું. હું !!આજ પછી આપનો કોઈ સંબંધ નથી, રહી લે એકલી ખુશ જા તારી દુનિયામા ! તારી જીવનમા મારું કોઈ સ્થાન નથી. તું મારા વગર જીવી શકે છે તો હું પણ તારા વગર જીવીશ. હું હવે મારી ઈચ્છાને મારીને જીવી લઈશ, ઓછામા ઓછું તારી આશા તો મને નહીં રહે !”

એટલું બોલીને જ ક્રિશાએ ફોન કાપી નાખ્યો. તે દિવસ પછી ઘણા સમય સુધી તેને માધવીબેનને ફોન જ ના કર્યો.

એક દોઢ વર્ષ પછી અચાનક જ ક્રિશાના ફોન ઉપર કોઈ અજાણ્યા નંબરનો ફોન આવ્યો. અને તેને તરત જ સંજીવની હોસ્પિટલમા આવી જવા માટે જણાવ્યું. ક્રિશા તરત જ હોસ્પિટલ જવા માટે નીકળી. ત્યાં તેને જે સ્ત્રી મળી તે પોતાને માધવીબેનની બહેનપણી કહી રહી હતી. તેની સાથે જ તે વોર્ડ નંબર નવમાં પહોંચી જ્યાં એક સ્ત્રી વેન્ટિલેટર ઉપર હતી.

એ સ્ત્રી બીજું કોઈ નહિ પણ માધવીબેન પોતે જ હતા.તેને જોતા જ ક્રિશા ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી ગઈ. માધવીબેન જીવનના છેલ્લા શ્વાસ ભરી રહી હતી. તેને કઈ બોલવાની મનાઈ કરવામા આવી હતી. માધવીબેનની બહેનપણીએ તેને સાચવી અને પાણી આપ્યું. તે મહિલાએ ક્રિશાને એક કાગળ પણ આપ્યો, તે કાગળ વાંચતા જ તેની આંખો ભરાઈ આવી અને તેની મમ્મી સામે જ પોતે જે તેની સાથે કર્યું તેનો અફસોસ થવા લાગ્યો.

એ કાગળની અંદર માધવીબેને પોતાની દીકરી ક્રિશાની માફી માગી હતી અને લખ્યું હતું કે તે ક્રિશાની અસલ માતા હતી જ નહીં, તે તો તેને રોડના કિનારા ઉપર પડેલી મળી હતી. તેને જોતા જ તે પોતાની સાથે તેને લઇ આવી અને પાંચ વર્ષ સુધી મોટી કરી. માધવીબેન એક દેહવિક્રય કરનારી મહિલા હતી જેના કારણે ક્રિશાને સાથે રાખવું તેના માટે યોગ્ય નહોતું જેના કારણે તેને હોસ્ટેલમા મૂકી દીધી હતી.

એ કાગળમા આગળ પણ લખ્યું હતું કે ક્રિશાને નોકરી મળ્યા બાદ પણ તે તેની સાથે એટલા માટે રહેવા ના ગઈ કારણ કે તેને કેન્સર હતું. અને તે ઇચ્છતી હતી કે ક્રિશા હવે માધવીબેન વગર જ પોતાનું જીવન વિતાવે.

આજે ક્રિશાને પોતાના કર્યા ઉપર પછતાવો થઇ રહ્યો હતો. અને પોતાની માતા ઉપર ગર્વ થઇ રહ્યું હતું. ક્રિશાની આંખોમા પોતાની મા માધવીબેન માટેનો પ્રેમ અને સન્માન જોઈને ઘણી જ શાંતિ થઇ અને તેને જીવવના છેલ્લા શ્વાસ ક્રિશાની સામે જ ભર્યા ! ક્રિશાએ માના મરણ પછી દીકરો બની બધી અંતિમક્રિયા કરી. ગંગાજીમા અસ્થિ પધરાવી માની છબી છાતીએ છાપીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યારે એકાએક પ્રકાશ થયો અને ક્રિશાના માથા પર હાથ ફેરવતા અવાજ આવ્યો. બેટા હું તારી સાથે જ છું. જરાય ચિંતા ના કરતી.


Rate this content
Log in