મજાક
મજાક


જીવનમાં રોજ થતી ઘટનાઓમાં જ બને છે મજાક, ચાલો તો એવા થતા કિસ્સાઓ પર કરી લઈએ મજાક.
ખૂબ જ ધ્યાનથી ઉંડાણમાં અભ્યાસ કરતી વખતે મમ્મી બૂમો પાડીને ઉઠાડે કે ઉઠ અને ભણવા બેસ એને કહેવાય મજાક.
સંતાન ગુગલ, માઈક્રોસોફ્ટ જેવી જગ્યાએ નોકરીએ લાગી જાય,
તો પણ ઘરના વડીલ સરકારી નોકરીની જ ઘેલછા રાખે એને કહેવાય મજાક.
એક ટકા જ બેટરી બાકી હોય અને ચાર્જીગમાં મૂકીને સૂઈ જઈએ,
પણ સવારે ખબર પડે કે સ્વિચ પાડવાની જ રહી ગઈ હતી એને કહેવાય મજાક.
એક સાચી સલાહ આપુ " કોઈ ને સલાહ ન આપવી "
એવુ કહીને આપણને સલાહ આપી જાય એને કહેવાય મજાક.
વ્યંગ, કરુણ, સચોટ, સત્ય અને ભાવનાત્મક કૃતિ લખવાવાળી, જ્યારે આમ હાસ્યની વાત કરી જાય તેને કહેવાય મજાક.