STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

મિત્રતા

મિત્રતા

1 min
14.5K


"હેડઓફીસમાંથી ફાઇલ લેતો આવજે પ્લીઝ.." મિત્રએ ફોન પર માંગેલ મદદથી એ મનોમન અકળાયો. જવાબ  આપ્યા વિના જ કોલ કાપી નાખ્યો. 'જાતે કાર ખરીદતો નથી ને...' લાલ સિગ્નલ પર અટકેલી એની ગાડીમાં એક હાથ લંબાયો. એણે પાંચ રૂપિયા થમાવ્યા. "સાહેબ હજી પાંચ મળશે?" મિત્રની અકળામણ ભિખારી પર નીકળી. "તમે લોકો મદદને લાયક જ નહિ!"  "નહિ સાહેબ મારા મિત્ર માટે, એ અહીં સુધી ના આવી શકે!" કહેતા એણે ફૂટપાથની બીજી તરફ હાથપગ વિનાના પોતાના મિત્ર તરફ આંગળી ચીંધી. એણે બંને માટે હજી દસ દસ રૂપિયા ઈનામમાં આપી મિત્ર ને કૉલબૅક કર્યો: "ડોન્ટ વરી માઇ ફ્રેન્ડ, હું લઈ આવીશ."


Rate this content
Log in