Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહિમા યમુનાજીનો

મહિમા યમુનાજીનો

3 mins
686


આપણે અગિયારસ વિશે થોડી માહિતી મેળવી. આપણાં જીવનમાં સંસ્કૃતિ નું મહત્વ વધારે છે. અને એટલેજ સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપણાં પૂર્વજો ધરાવતા હતાં.  સંસ્કૃત ભાષા થકી પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી રહે છે અને સંસ્કૃતનાં શબ્દોનાં અર્થ પણ સુંદર હોય છે.

હવે આપણે ગાય માતા વિશે જાણીએ. આપણાં હિન્દુ ધર્મમાં ગાય માતાનું ખુબજ મહત્વ છે એ આપણાં વડવાઓએ કહ્યું છે જો સમજીયે તો. આપણાં હિન્દુ ધર્મની ભાવના સમજીએ. જ્યારે દીકરીનાં લગ્ન થાય છે ત્યારે લગ્ન ગીત છે અને ઘણી જગ્યાએ એ પ્રમાણે અમલ પણ થાય છે. પહેલુ પહેલુ મંગળિયુ વરતાય રે. પહેલે મંગલ ગાયો નાં દાન દેવાય રે.

આમ લગ્નમાં ગાયનું દાન દેવાય છે. જેથી સાસરીમાં કોઈ મુસીબત આવે તો દીકરી ગાયનું દૂધ, ઘી ખાઈ શકે અને પરિવારનાં દુઃખી નાં રહે એ જ આશયથી ગાય નું દાન આપવામાં આવે છે.

એટલે જ ગાયને કામધેનુ કહેવામાં આવે છે. ગાય માતા નું ગૌ મૂત્ર આર્યુવેદીક માટે ખૂબ જ ઉપયોગી છે. ગાયનું છાણ પણ ગુણકારી છે. ગાયનું ઘી તો ઉત્તમ છે.

પછી જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેરમા દિવસે ગાયનાં પૂંછડે પાણી પીવડાવવાનું ભૂદેવ કહે છે જેથી મરનારની આત્મા ને દુઃખ નાં પડે. અને જ્યારે સજ્જા ભરવામાં આવે છે ત્યારે પણ ખાટલામાં ચાંદીની ગાય, વાછરડા સાથે મૂકવામાં આવે છે.

આપણાં વડવાઓ અને હિન્દુ ધર્મમાં ગાય માતાનું કેટલું બધું મહત્વ છે એ સમજવું પણ જરૂરી છે. ગાય માતામાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે. એક ઉતરાયણનાં દિવસે ગાય માતાનું પૂજન કરવું અને ગરમ ખવડાવવું બાકી દહાડા વાસી અને વધેલું ખાવાનું આપીએ એ કોઈ યોગ્ય નથી.‌ ગાય માતા ને દશ રૂપિયાનું ઘાસ ખવડાવી ફોટા પડાવી સોસયલ મિડીયામાં શેર કરવાથી ગાય માતામાં રહેલા તેત્રીસ કોટિ દેવતા રાજી ના થાય. એ માટે દિલથી અને નિઃસ્વાર્થ ભાવે ગાય માતાની પૂજા કરવી જોઈએ અને ગરમ ખાવાનું ખવડાવવું જોઈએ. 

જય ગાય માતા.

શ્રી યમુના મહારાણી

શ્રી યમુનાજી સ્તવન કરવાથી શ્રી કૃષ્ણ જલ્દી ભક્તો ઉપર પ્રસન્ન થાય છે.

આજનાં આધુનિક યુગમાં યુવાનો જો પાંચ મિનિટ ફાળવીને શ્રી યમુનાષ્ટક કરે તો રોગ, શોક, અને આવનારી કોઈ પણ આફતમાંથી આબાદ બચાવ થાય છે. આ હું નથી કહેતી પણ તમારે એ અનુભવ કરવો હોય તો આખાં દિવસમાં પાંચ કે સાત મિનિટ યમુનાષ્ટક બોલો અથવા સાંભળો. આખો દિવસ કાનમાં હેડફોન ભરાવીને ગીતો સાંભળવા મજા આવે પણ એકવાર યમુનાષ્ટક સાંભળશો તો ફાયદો જ ફાયદો થશે એ ગેરંટી છે. શ્રી મહાપ્રભુજીનાં મુખમાંથી સરેલુ આ યમુનાષ્ટક છે એ ગાવાથી યમનો માર સહન કરવો પડતો નથી કારણકે યમરાજાના બહેન યમુનાજી છે. જે પણ વ્યક્તિ શ્રધ્ધા અને વિશ્વાસથી યમુનાષ્ટક ગાશે કે સાંભળશે એનો જન્મોજન્મનો ફેરો ટળી જશે. એનાં જાણે અજાણે થયેલાં સમસ્ત પાપોનો નાશ થાય છે.યમુનાષ્ટકનાં નવ શ્લોક છે જો તમે આખો યમુનાષ્ટક ના કરી શકતાં હોવ તો પૂરી શ્રદ્ધાથી રોજ એક એક શ્લોક બોલશો તો પણ શ્રી યમુનાજી રીઝે છે અને એક એક શ્લોકનું ફળ આપે છે. આ આઠ શ્લોકથી સ્તુતિ કરીએ તો યમુનાજી, શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજી જિંદગીમાં ક્યાંય અટકવા નથી દેતાં અને ઐશ્વર્ય અને શાંતિ અને કિર્તી અને નામનાં ચારે દિશામાં પ્રસરાવે છે.

આટલું બધું લાભદાયક શ્રી યમુનાષ્ટક છે તો આવો અનેરો લાભ જતો કરીને દુઃખી શાં માટે થવું જોઈએ. એક મોટો ફાયદો એ છે શ્રી યમુનાષ્ટક સ્તુતિ કરવાથી માનસિક તણાવ દૂર રહે છે મન,મગજ હંમેશા પ્રફુલ્લિત રહે છે અને ખરાબ વિચારો આવતાં નથી. તો નિયમિત યમુનાષ્ટક કરવાનો પ્રયત્ન કરજો.

જય જય મહારાણી યમુના,

જય જય પટરાણી યમુના.

શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી નો જય હો.

જય જય ગોકુલેશ.

જય શ્રી કૃષ્ણ.


Rate this content
Log in