Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહાદેવ

મહાદેવ

1 min
276


આ મહાદેવનું મંદિર મણિનગરમાં દક્ષિણી સોસાયટી પાસે આવેલું છે,નરનારાયણ સોસાયટીમાં... આ મંદિર ૭૧ વર્ષ જુનું છે.

જ્યારે મણિનગરમાં ખુલ્લી જગ્યાઓ હતી કોઈ વસાહત વસી નહોતી ત્યારે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

શ્રી રસિક મણિશ્વરાય નમઃ આ મંદિર અને એની બાજુમાં કૂવો છે એ સ્વ. પંડ્યા રસિકલાલ કેશવલાલની પત્નીએ પોતાના ખર્ચે બંધાવ્યું હતું.

એની સ્થાપના:- ૨૫-૮-૧૯૫૦ નાં રોજ કરવામાં આવી હતી

હાલ આ મંદિરનાં વહીવટ કર્તા ભોગીલાલ સોમનાથ ભટ્ટ છે.

આ મંદિરની મુલાકાત એક વખત લેવાથી અદભુત આનંદ અનુભવાય છે.. આ મંદિરમાં કેવડા ત્રીજ, નાગપંચમી, શીતળા સાતમ, શિવરાત્રી, શ્રાવણ માસમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે... અને આ દિવસોમાંથી એક દિવસ સાક્ષાત સ્વરૂપે નાગ દર્શન આપે છે.

પણ કોઈને હાની પહોંચાડ્યા વગર થોડીવારમાં અલોપ થઈ જાય છે.

રોજ સાંજે આરતી થાય છે અને આજુબાજુ રહેતા નાનાં બાળકોને ચોકલેટનો પ્રસાદ વહેંચવામાં આવે છે.. શિવરાત્રી અને શ્રાવણ માસનાં છેલ્લા દિવસે ભોળાનાથની પૂજા-અર્ચના કરીને પાલખી યાત્રા બેન્ડ બાજા સાથે નિકળે છે અને આખા દક્ષિણી વિસ્તારમાં ફરે છે અને ખોબલે ને ખોબલે પ્રસાદ વહેંચવામાં આવે છે.. શ્રી રસિક મણિશ્વરાય મહાદેવના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આવાં શ્રાવણ મહિનામાં આવાં પૌરાણિક મંદિરનાં દર્શનનો લ્હાવો લેવા જેવો છે.

હર હર મહાદેવ...ૐ નમઃ શિવાય.


Rate this content
Log in