Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મધર્સ ડે

મધર્સ ડે

1 min
207


આજકાલ દેખાડાનો જમાનો થઈ ગયો છે. ગાડરીયા પ્રવાહની જેમ વહે છે પણ દિલની સાચી ભાવના મરી પરવારી છે. ઘરમાં માતા-પિતા ચોવીસ કલાક હડધૂત થતાં હોય છે. ના દિકરાઓને માતા પિતાની ચિંતા હોય છે, કે ના દિકરીઓને. પણ આવાં ડેના દિવસે ખૂણેખાંચરે પડેલી માતાને શોધીને તૈયાર કરીને ફોટાઓ પાડીને સોસયલ મીડીયામાં મૂકીને માતૃપ્રેમ બતાવવામાં આવે છે. પણ કોઈ દિવસ એ માતાની તકલીફ કે ભાવતું ભોજન પણ બનાવીને ખવડાવવાની તસ્દી નથી લેતાં. અરે ઉપરથી માતાને તારું મોં હસતું નથી હોતું અમારો દિવસ બગડે છે એમ કહેવામાં આવે છે઼.

ખાલી દંભ કરીને એક દિવસ મધર્સ ડે ઉજવવા કરતાં એ જનેતાને દિલથી માન આપો એજ સાચો મધર્સ ડે છે. આવાં પાશ્વાત્ય સંસ્કૃતિના દેખાડા કરવાનાં છોડી દઈને માતાની પાસે બેસીને દશ મિનિટ એની સાથે વાતચીત કરો એ મધર્સ ડે છે. પણ ના એવો સમય ક્યાં છે આજની જનરેશન પાસે બસ એમનાં ટાઈમ ટેબલ પ્રમાણે માતા-પિતાને ખેચાવુ પડે છે.

કોક દિવસ માતા-પિતાના ટાઈમ ટેબલ મુજબ ચાલી તો જુઓ. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપ્યો છે. પણ મંદિરમાં બેઠેલા ભગવાનને રાજી રાખવા મોંઘી ગાડીમાં ઢગલો ફળફળાદી, મેવા મીઠાઈ લઈને જશે પણ ઘરમાં બેઠેલા માતા-પિતાને દરેક વાત કે વસ્તુ માટે નજર અંદાજ કરશે.

તો શા માટે મધર્સ ડે મનાવવો ? માતા-પિતા તો લાગણીઓના ભૂખ્યા હોય છે એમની લાગણીઓ સમજીને પડઘો પાડો એજ સાચો મધર્સ ડે છે...


Rate this content
Log in