Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મદદગાર પત્રકાર

મદદગાર પત્રકાર

2 mins
56


આપણાં મદદગાર એટલે પત્રકાર છે અને પત્રકારત્વ વગર બધું સૂનું સૂનું છે.

આપણે આપણી રોજિંદી જિંદગી ન્યૂઝ પેપર વગર અધૂરી રહે છે. આપણે નિતનવા ગરમાગરમ સમાચાર શોધ્યા કરું છું. એ વગર ચા કે કોફી ગળા નીચે ઉતરતી નથી... માટે જ પત્રકારત્વનું હોઠ પર જપ રહે છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ રજૂ કરે છે. માટે જ આપણાથી જુદું અસ્તિત્વ પત્રકાર ધરાવે છે અને પત્રકારની કલમ આપણાં લોહીમાં લય થઈને વહે છે. સવારના પહોરમાં સૂર્ય ઉદય પામે અને ન્યૂઝ પેપર નાં આવ્યું હોય તો બેચેની અનુભવીએ છીએ અને પેપર નાખવા આવતાં ભાઈને ફોન કરીએ છીએ પણ પત્રકારની જિંદગી કે ઘરબારની ચિંતા આપણે નથી કરતાં પણ પત્રકાર પોતાના જીવને જોખમમાં નાખીને પણ નિતનવા ને ગરમાગરમ સમાચાર આપણને આપે છે.

પત્રકારની કલમ એના કિરણોને પકડવા મુશ્કેલ છે અને કિરણો પકડ્યા પકડાતાં નથી પણ કલમની તાકાત ન્યુઝ પેપરમાં એકરૂપ થઈને ભળી ગયાં છે.

આકાશમાં જોઉં છું તો પત્રકાર એકતાનો પંથ ઊંચો દેખાય છે પણ આપણાં પગલાં નથી દેખાતા. નહીં દેખાતાં આપણાં પગલાંને અનુસરવાનો પ્રયત્ન એટલે પત્રકાર એકતાની કલમ...

આપણો પત્રકાર સાથે સંબંધ સમુદ્ર અને નાવ જેવો છે આપણો પત્રકાર સાથે સંબંધ સમુદ્ર અને મોજાં જેવો છે. ફૂલની બહાર નીકળીને ફોરમ ફૂલને શોધવા જાય તો શું થાય ? 

એમ પત્રકાર ન હોય તો શું થાય એ કલ્પનાનો વિષય છે.

ધસમસતું એક પૂર આવ્યું અને ઓસરી ગયું. એમાં ઘણું બધું તણાઈ ગયું. ત્યારે તો આંખ સામે જળના પડદાઓ છે અને ઝાંખપ છે. કરોળીયાનાં જાળાંની વચ્ચેના ભેજભર્યા અવકાશમાંથી પણ પત્રકાર નવું શોધીને લાવે છે.

મેઘધનુષ્યના તમામ રંગો નીચોવાઈ જાય છે પત્રકારની કલમ થકી. 

પત્રકારની કલમ થકી એક પ્રકારની સંવાદિતાનો અનુભવ થાય છે. આ દુનિયામાં બધુ જ બદલાઈ ગયું. 

એક ન બદલાઈ પત્રકારની કલમ. પત્રકારની એકતા અને કલમ એ તો શાંત વહેતા જળ પરનો ઝળહળતો દીવો છે.


Rate this content
Log in