Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

માતાને પત્ર

માતાને પત્ર

2 mins
264


મારી વ્હાલી મમ્મી..

આ દુનિયામાં એ ખુશનસીબ હોય છે જેને મા નો પ્રેમ મળે છે. મારો જન્મ થયો અને તારું મૃત્યુ થયું બન્ને ઘટના એક સાથે બની. પપ્પા એ મને ગાયનાં દૂધ ઉપર મોટી કરી. હું સમજણી થઈ ત્યારથી તારો ફોટો મારી સાથે જ રાખતી રાત્રે ઓશિકા પાસે મૂકીને સૂઈ જતી અને મને એહસાસ થતો કે હું તારાં ખોળામાં માથું મૂકીને સૂવું છું..

મા મારી જોડે તું ડગલે પગલે રહીને તે મને આ જિંદગી જીવતાં શીખવાડી.

મા તે મને બધું જ શીખવાડ્યું પણ હોશિયાર અને ચતુરાઈ ના શીખવાડી.

આ દુનિયામાં હું ભાવનાઓ સાથે જીવી પણ દુનિયા તો એનાં મતલબથી ચાલે છે જ્યાં હું સતત ઠોકર જ ખાતી આવી છું.

મા આજે પણ હું દુઃખી થઈ જાઉં છું ત્યારે આકાશમાં તારાઓ જોઈને રડી લઉં છું અને તને પોકાર પાડું છું કે મા તારી આ દીકરીને તારી જરૂર છે અને ક્યાંય સુધી આકાશમાં નિહાળી રહું છું અને કલ્પનામાં તારી ગોદમાં માથું મૂકીને સૂઈ જવું જેથી કરીને મને દરેક મુશ્કેલી સામે લડવાની તાકાત મળી જાય છે.

મા આ મધર્સ ડે નિમિત્તે આ લાગણીભર્યો પત્ર લખ્યો છે પણ તારાં મારાં પ્રેમમાં કોઈ એક દિવસ આવાં મધર્સ ડે ની જરૂરત જ ક્યાં છે કારણકે મા તું તો સતત મારી સાથે જ રહે છે અહેસાસ બનીને જે બતાવવાની જરૂર નથી.

મા તારો પ્રેમ નથી મળ્યો પણ મારાં સંતાનોને મેં મમતાનાં દરિયામાં નવડાવ્યા છે.

મા તું જ્યાં પણ સદેહે તું ખુબ સુખ પ્રાપ્ત કરે એવી જ અભિલાષા અને પ્રાર્થના.

મા તારો પ્રેમાળ હાથ સદાય મારે માથે રાખજે મને તારી બહુ જરૂર છે.

લિ:- તારી દીકરી ભાવનાનાં જય માતાજી.


Rate this content
Log in