Jay D Dixit

Others

4.5  

Jay D Dixit

Others

માતા બનવું એટલે

માતા બનવું એટલે

2 mins
24K


ભારે કુતૂહલ વચ્ચે સ્કાયલાઈન હોસ્પિટલની બહાર ભીડ જામી હતી. ડિજિટલ મીડિયાનો જમાવડો હતો તો બીજી તરફ ફોટોગ્રાફર ક્યાંકથી એકાદ ઝબરદસ્ત તસ્વીર હાથ લાગી જાય એ આશાથી આમથી તેમ ફાંફાં મારી રહ્યા હતા, અંદરની એકાદ એક્સલુઝીવ ખબર મેળવવા સહુ કોઈ પોતાના સંપર્કો તાજા કરીને કામે લગાડતા હતા. એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સહુ કોઈ આતુર હતા.

નિકોલસ બાળપણથી સમાજ માટે હાંસીનું પાત્રજ હતો. બાળપણથી પુરુષ હોવા છતાં અને પરુષ શારીરિક સંરચના હોવા છતાં સ્ત્રી લક્ષણો ધરાવતો નિકોલસ ઘણી વખત ઘણા પુરુષ અને સ્ત્રીઓ માટે પણ વાસના સંતોષવાનું સાધન બની ચુક્યો હતો. નિકોલસ જેમ જેમ સમજણો થતો ગયો તેમ તેમ એ કંટાળ્યો અને અધ્યાત્મ તરફ વાળ્યો. સોળ વર્ષની ઉંમરે ચર્ચમાં જઈને સંપૂર્ણ રીતે અધ્યાત્મિકતાને અપનાવવા નિશ્ચય કર્યો અને ત્યાંનો થઈને જ રહી ગયો. નવ વર્ષ બાઇબલ અને અન્ય ગ્રંથોનો અભ્યાસ કર્યો પણ આ દરમ્યાન એની રુચિ મધર મેરીના માતૃત્વ તરફ જ રહી. એ હદે માનસિક રીતે એ મમતા, માતા, માતૃત્વ, એ પીડા, મધર મેરી વગેરે બાબતે ઢળ્યો કે પોતાને પુરુષ કરતા સ્ત્રી સમજવા લાગ્યો. એણે પોતાના સંપર્કો ખણખોળ્યા અને એક રિસર્ચસેન્ટરના સંપર્કમાં આવ્યો. સંપૂર્ણ મંજૂરી અને કાયદાકીય રીતે એ પુરુષમાંથી સ્ત્રી બન્યો અને પછી રિસર્ચસેન્ટરે એના પર રિસર્ચ શરૂ કર્યું. બરાબર દોઢ વર્ષ થયું અને એ પછી એને પ્રેગ્નન્ટ કરવા જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી. એનો પ્રેગ્નન્સી ટેસ્ટ થવાનો હતો જેના રિઝલ્ટ માટે સ્કાયલાઈન હોસ્પિટલની બહાર આટલી બધી કુતૂહલતા હતી.

બીજા દિવસે પેપરમાં હેડલાઈન આવી ગઈ કે "માતૃત્વ પર હવે માત્ર સ્ત્રીનો હક નથી રહ્યો, પુરુષ ગર્ભધારણ કરી શકે છે."

આ વાંચતાજ નિકોલસ દુઃખી થઈ ગયો, એની ઈચ્છા તો માતૃત્વનો અનુભવ કરવાની હતી, પણ આ બાબત તો સ્ત્રી પુરુષ વચ્ચેની હોડ બની ગઈ, સંસારના નિયમોની ઉપર આઘાત થવા જેવી ઘટના બની, સંતુલન જોખમમાં હોય એમ એને લાગ્યું અને ક્યાંક સ્ત્રી કે મધર મેરીને એ અન્યાય કરતો હોય એવો ડંખ એને લાગ્યો. સાત દિવસ સતત આ વિચારોના અંતે એણે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી.

પેપરમાં બીજા દિવસે હેડલાઈન આવી,

"માતાના જન્મ પર સ્ત્રીનું આધિપત્ય બરકરાર, મસમોટા ઐતિહાસિક સંશોધનનો અંત."

આ જોઈને નિકોલસ સ્વર્ગમાં પણ હસ્યો...

"માતૃત્વ તો લાગણી છે, વરદાન છે, અનુભવ છે. એને સ્ત્રી કે પુરુષ સાથે શું સંબંધ? કોઈ નહીં સમજે."


Rate this content
Log in