મારી સવાર
મારી સવાર


અનિતા સવારે ચા મૂકતી હતી ત્યાં બાજુમાં રહેતા રક્ષાબહેને કહ્યું કે "અનિતા બહેન જય શ્રી કૃષ્ણ."
અનિતા." જય શ્રી કૃષ્ણ બહેન"
" આપણી બાજુની સોસાયટીમાં એક બહેન મફત યોગા શિખવાડે છે તમારે આવવું છે ? રક્ષા બહેને પૂછ્યું"
અનિતા . ના રે બહેન મારાં એવાં નશીબ ક્યાં.
મારી તો સવાર આ લોકોની ફરમાઈશ પૂરી કરવામાં અને રાત્રે ઓશિકું ભીંજવવામાં જાય છે.
તમે જાવ બહેન. "
રક્ષા બહેન એટલે જ તો આવી બહેન કે આ યોગના બહાને તમે બહાર નિકળો તો મન હળવું થાય.
અનિતા તમે જાણો છો ને બહેન કે પિયરમાં મારે સમ ખાવા સૂકું બાવળ પણ નથી અને આ ત્રણેય એક છે હું એકલી છું તમે જાવ બહેન નાહક અવાજ સાંભળી જશે તોય તમારી સવાર બગાડશે.
તમે ભૂલી ગયા. ?
તમે અને સોસાયટીના બીજા સભ્યો અને એક સામાજિક કાર્યકર આવ્યા હતા ત્યારે કેવાં નાટક કર્યા હતા કે એને મગજ પર અસર થઈ ગયેલી છે આ ડોક્ટર નો રીપોર્ટ જુઓ અમે ત્રણેય એને હાથમાં જ રાખીએ છીએ પણ એને ખોટાં રોદણાં રડવાની ટેવ પડી ગઈ છે.
હું જુઠ્ઠું બોલું છોકરાઓ પણ જુઠું બોલે કંઈક તો વિચારો કહીને કેવાં અપમાનિત કર્યા હતાં.
રક્ષા બહેન સાચી વાત છે બહેન ચલો હું જવું નહીંતર ગિરીશભાઈ ઉઠશે તો નકામી સવાર બગાડશે.
આમ કહીને રક્ષા બહેન એક નિસાસો નાખીને જતાં રહ્યાં.
અને અનિતા ગરમ ગરમ ઉપમા અને ચા ની તૈયારી કરી રહી.
ચા નાસ્તો ડાઈનીગ ટેબલ પર મૂકીને એણે ગિરીશભાઈ ને ઉઠાડ્યા.
અને દીકરી નેહા અને દિકરો ચેતન ને પણ ઉઠાડ્યા કે જલ્દી ચા નાસ્તો કરી લો તમારે કોલેજ જવાનું મોડું થશે.
નેહા એ ઉઠતાં જ કહ્યું કે શાંતિથી ઉઠાડને આમ માણસ ગભરાઈ જાય એવી રીતે ઉઠાડે છે એમ કહીને એ વોશરૂમ ગઈ.
ચેતન ચા નાસ્તો કરતાં જ.
આને ઉપમા કેહવાય ?
કોઈ દિવસ સારું ખાવાનું કે નાસ્તો બનાવતાં આવડતો જ નથી તને શી ખબર આખો દિવસ શું યે વિચારોમાં ખોવાયેલી રહે છે એમ કહીને ઉપમા ભરેલી ડીસ પછાડીને ઉભો થઈ ગયો.
ચેતન ઉભો થયો એટલે ગુસ્સો કરીને ગિરીશભાઈ અને નેહા પણ ઉભા થઈ ગયા.
અનિતા આંખમાં આવેલા અશ્રું ને છુપાવીને બધું સમેટવા લાગી.
અને વિચારોમાં ખોવાઈ રહી.
એને એક જ આશા હતી કે ચેતન મોટો થશે એટલે મારો સહારો બનશે .
નેહા તો બાપ ની લાડકી હતી એટલે એ તો એનાં પપ્પા ની જ હતી.
પણ ચેતન પર જ એ આશા રાખીને જીવતી હતી.
કે ચેતન એનાં પિતાને એમની ભૂલો બતાવીને મારો પક્ષ લેશે પણ એ આશા ઠગારી નીવડી.
ચેતન તો એનાં પપ્પા ને કશું પણ નાં કહે અને ઉપરથી
મારો જ વાંક કાઢે છે.
પરણીને આવી ત્યારથી દુઃખ સહન કર્યા.
કારણકે પિયરમાં માતા પિતા એકલાં જ હતાં.
ભાઈ મોટો હતો એ તો પરણીને માતા પિતા સાથે સંબંધ કાપીને વિદેશ જતો રહ્યો હતો તે મારાં લગ્નમાં પણ નાં આવ્યો.
લગ્ન પછી માતા પિતા ની તબિયત બગડતાં બન્ને એક જ દિવસે અને એક સાથે જ પ્રભુધામ જતાં રહ્યાં.
બાળકો નાં જન્મ પછી એક જ આશા હતી કે છોકરાઓ મોટા થઈને મારો પક્ષ લેશે એમ વિચારી એ જીવન જીવતી હતી.
અને આમ પણ બાળકો નાં જન્મ પછી તબિયત બગડતાં નાનાં મોટાં રોગ શરીરમાં ઘર કરી ગયાં હતાં નહીંતર એકલી રહીને પણ જિંદગી જીવી જાત.
પણ કમનસીબે શરીર પણ નબળું થઈ ગયું હતું.
અને માનસિક હિમ્મત પણ નહોતી.
કે ઘર છોડીને ક્યાંય જાય.
એટલે ચૂપચાપ આ ત્રણેય નાં મહેણાં ટોણાં સહન કરતી.
જ્યારથી ચેતન સમજણો થયો ત્યારથી એ બદલાઈ ગયો.
એક દિવસ ગિરીશભાઈ નોકરીએથી પાછાં આવ્યાં અને એ બાજુમાં રક્ષા બહેનનાં ઘરે ભજનમાં ગઈ હતી તો આવતાં મોડું થયું એમાં તો આખું ઘર માથે લીધું હતું અને ત્યારે એણે આશા ભરી નજરે ચેતન સામું જોયું પણ આ શું ?
ચેતન તો એનાં પપ્પા નો પક્ષ લીધો અને એને ગેર જિમ્મેદાર ઠેરવી એ દિવસે એને ખૂબ જ આઘાત લાગ્યો કે આ મારી કમનસીબી કે છોકરો પણ મારો નાં થયો.
એ બે દિવસ તો એણે ખાધું પણ નહીં પણ કોઈને કોઈ ફર્ક પડ્યો નહીં ઉપરથી એનું બીપી લો થઈ ગયું અને દવાખાને જવું પડ્યું તો એવું સાંભળવા મળ્યું કે તું તો ડ્રગ્સ એડિટ છે તને એનાં વગર ચાલતું નથી.
રોજ એક નવી સવાર ની આશા માં અનિતાએ જિંદગી નાં ત્રીસ વર્ષ કાઢ્યા.
ગિરીશ હેરાનગતિ એટલે કરતો હતો કે એને એક છોકરી વૈશાલી સાથે પ્રેમ હતો અને માતા પિતા ની મરજી નાં લીધે લગ્ન કરવા પડ્યા હતા.
નેહા અને ચેતન એનાં પપ્પા નો પક્ષ એટલે લેતાં હતાં કે માંગે એટલાં રૂપિયા વાપરવા મળતાં હતાં.
જ્યારે એની પાસે શું હતું ખાલી દિલની લાગણી અને મમતા અને સચ્ચાઈ પણ એની અહીં કોઈ કિંમત નહોતી.
એણે અહીં થી નિકળી જવાં ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા નાં મળી અને ઉપરથી એ ત્રણેય ની નજરમાં ગુનેગાર સાબિત થઈ કે હું છું જ એવી કે મને શાંતિ થી જીવતાં નથી આવડતું.
આમ એ વિચારોમાં હતી ત્યાં ગિરીશભાઈ ની બૂમ સાંભળીને એ પાછી વાસ્તવિક ધરતી પર આવી અને ગિરીશભાઈ ને ટીફીન આપીને ઊભી રહી.
આ ત્રણેય ની સામે એકલાં લડવાનું હતું.
એક ઈશ્વર એનો હતો બાકી કોઈ નહીં.
બાકી તો રોજ એક સવાર નવી મુસીબત સાથે ઉગતી અને રાત ઓશિકામાં આંસુ છુપાવવામાં વિતતી.