મારી લાગણી
મારી લાગણી
1 min
3.1K
આ મારી લાગણીઓ તો અસલ મારા જેવી જ છે. સૌને પ્રેમ કરતી પણ ખૂદ પ્રેમ માટે સદાય તરસતી રહેતી. સૌને સાચવતી પણ ખૂદ દુભાતી અને છાનીમાની બે આંખો લુછાતી રહેતી. મારી લાગણીઓ હું પ્રદર્શિત કરી દેતી દિલથી, બધા દિમાગથી કામ કરતા. મારી લાગણીઓ ત્યાં જ ઘવાણી જયાં મે ખોટી વહાવી.
મારી લાગણીઓ અને હું એકબીજાના પૂરક છીએ. બાકી બીજા બધા માટે એ રમવાનુ સાધન છે. લાગણીઓથી થાકી જવાય છે અને લાગણીને પડતા ઘાથી થાકી જવાય છે. હું લાગણીઓનો દરિયો છું અને લાગણીના ખાબોચિયાં માટે તરસુ છું. કેટલી બેબસ છું હું લાગણીઓ આગળ કિસ્મતમા જ નથી કોઈની લાગણી.
