pooja dabhi

Others

3  

pooja dabhi

Others

મારી જર્ની - ૨

મારી જર્ની - ૨

2 mins
260


ધોરણ ૧૦ પછી તો એમજ લાગતું તું કે જીવન સાવ બદલાઈ જગયું હોય. આખો દિવસ ટયુશન, સ્કૂલ, ઘર બસ બીજી માનો દુનિયા જ ન હોય.

" સૂતાની સાથે મૃત્યુ, 

જાગવાની સાથે જીવન, "........ 

 બસ આવું લાગતું'તું જીવન પણ કહેવાય છે નેે કે ખરાબ પછી સારું અને સારા પછી ખરાબ આવે છે એમ તો બસ મારા જીવનમાં પણ ધીમે ધીમે બદલાવ થવા લાગ્યો હતો.

એમ ને એમ જ ૧૧ ધોરણ પૂરું થયું, પછી ૧૨ ધોરણમાં આવ્યા ત્યારે ઘરેથી બાઈક લઈ આપ્યું જેથી કરીને આવવા જવામાં સરળતા રહે, કેમ કે પછી તો ૨ વિષયના ટયુશન બંને અલગ અલગ જગ્યાએ જવાનું એક વિષય કલ્પેશસર ને ત્યાં બાયોલોજી અને કાર્યાસર ને ત્યા  કેમેસ્ટ્રી ટયુશન જતાં. સવારે ટયુશન જવાનું પછી સ્કૂલ. સ્કૂલમાં અમારે પ્રેકટીકલ આવતા તો બપોરે ૧૨.૧૫ થી સાંજ ૪.૧૫ સુધી ભણવાાનું પછી ૧ કલાક પ્રેકટીકલ કરવાના પણ મજા આવતી એમાં પણ આવડે ન આવડે બધા કરવાના. બધા ફ્રેેેેન્ડ જોડે હસી મજાક, બધા વિતેલા પળોની યાદી કરવી આમને આમ સરસ મજાનો સમય ચાલતો હતો પણ કહેેવાય ને કે આપણુું જીવન હર એક સમયે આપણને નવું પેજ બતાવે તો બસ મને પણ નવો અહેસાસ કરાવવા માટે એક નવી સમસ્યા ઊભી કરી..

કહેવાય છે ને નારી એ હર પળ નારાયણી બનીને રહેવું પડે છે જોકેે મારી સામે કદી આવી સિચ્યુએશન આવી આ પહેલ મારી હતી.

 કે અમે ટયુશનથી છુટતા ને ત્યારે અમે ન ઓળખતા કોઈ ઝોમાટો પિઝા ડિલિવરીવાળો શેતાન પાછળ પડયો તો ખબર નહીંએ મારી પાછળ પડયો તો કે ખુશી પાછળ ત્રણ-ચાર દિવસ નિરિક્ષણ કર્યુ પછી એક દિવસ તો અમારી બાઈક પરએ પોતાનો નંબર મૂકી ગયો .. પછી મેં મનમાં નક્કી કર્યુ કે જો અત્યારે આ રોકાશે નહીં તો પછી મુશ્કેલ થાશે રોકવું એમ..... એટલે કહેવાય ને કે કયારેક સંહાર નહીં પણ સંઘર્ષ, સંહાર જરૂરી છેે એમ... શેતાન સામે શેતાન બનવું પડે. કદમ કદમ પર છે હેવાન હે નારી તું બન શેતાન, દુષ્ટ સામે દુષ્ટ બની કર સંઘર્ષ અને મેળવ વિજય.... 

હે નારી તું નીડર બની પડકાર કર.. પછી મેં એની સામે જ એ કાગળનો ઘા કરી દીધો અને આજુબાજુ જોયું કે કયાંક હોઈ તો બોલી દઈએ એને એમ પણએ ફેંંકતા કાગળ ને જોઈ ને તરત ત્યાંથી છટકી ગયો પછી એ બાજુ આવતો જ બંંધ થઈ ગયો. જો એ દિવસે હિંમત ન કરી હોત તો ન થવાનું થઈને રેેત. પછી મને લાગ્યું કે હવે ઘર સિવાય બહાર કદી સારા બનવું સારું નથી કેમ કે હજુ તો લાઈફ જોઈ પણ નથી હજુ તો ડગલેને પગલે આવી અનેક મુશ્કેલીઓ આવશે જેનો સામનો કરવો જ પડશે. 


Rate this content
Log in