મારી ડાયરી
મારી ડાયરી
આરતીને નાનપણથી જ ડાયરી લખવાની આદત એનાં પપ્પાએ પડાવી હતી. આરતી આખા દિવસની દિનચર્યા રાત્રે ડાયરીમાં લખતી અને પછી એનાં ઉપર વિચાર વિમર્શ કરતી. એનાં થકી જો કોઈનું દિલ દુભાયુ હોય તો બીજા દિવસે પહેલું કામ માફી માંગવાનું કરતી. આમ લગ્ન પછી પણ એની એ આદતને અનુસરી રહી.
આરતીનો પતિ રાકેશ જાણતો તો હતો કે આરતીને ડાયરી લખવાની આદત છે પણ લખીને ક્યાં મૂકે છે એ ખબર નહોતી. અચાનક આરતીની તબિયત બગડતાં એને હોસ્પિટલમાં દાખલ કરી એટલે રાકેશ ઘરે કપડાં લેવા આવ્યો એણે આરતીની તિજોરી ખોલી તો પેક કરીને મૂકેલું બંડલ જેવું એનાં પગ ઉપર પડ્યું, એણે ખોલીને જોયું તો આરતીની ડાયરી હતી. લગ્ન જીવનની પહેલી રાતથી આજદિન સુધીનું લખાણ હતું. અડધું પડધુ વાંચીને રાકેશ વિચારી રહ્યો કે અરીસો જૂઠ ના બોલે એમ આરતીનું જીવન પણ દર્પણ જેવું સાફ છે.
ફટાફટ બધું મૂકીને એ હોસ્પિટલ પહોંચ્યો. આરતીનાં પ્રતિબિંબ સમાન ડાયરી પોતાની બેગમાં ભરી. જેથી રાત્રે શાંતિથી વાંચી શકાય.
