Vandana Patel

Others

3.4  

Vandana Patel

Others

મારા વિચારો

મારા વિચારો

1 min
194


બાળક અને વૃધ્ધ, આ બંનેના ચિત્ર પરથી મને અવું લાગે છે કે બંને એકદમ ખુશખુશાલ અને ચિંતામુક્ત છે. બંને સુખી અને આનંદી જીવન જીવી રહ્યા છે.  બાળક અને વૃધ્ધ પરાવલંબી હોય છે. બંને પાસે સમય જ સમય હોય છે. વૃધ્ધ વ્યક્તિએ નિવૃત્તિ માટે પૈસા બચાવ્યા હોય, પરંતુ શક્તિનો અભાવ હોય છે. બાળક પાસે શક્તિ કે પૈસા હોતા નથી. જયારે યુવાન પાસે પૈસા અને શક્તિ બંને હોય, પરંતુ સમયનો અભાવ હોય છે . 

યુવાને ચાર પૈસે થવાનું મહત્વ છે. પહેલો પૈસો મા-બાપનું કરજ ઉતારવાનું છે. આપણને ભણાવ્યા-ગણાવ્યા, શોખ પુરા કર્યા, હવે આપણો વારો છે કે આપણે કરજ ઉતારીએ. માબાપને ચામડીના જોડા સીવડાવીને પહેરાવીએ, એ પણ ઓછુ છે. બીજો પૈસો ઘરનું ગુજરાન ચલાવવા માટે જરુરી છે. ત્રીજો પૈસો ભવિષ્યમાં રોકાણ કરી શકે, એટલે કે બાળકેને શિક્ષણ આપવું જોઈએ. ચોથો પૈસો પોતાની નિવૃતિ માટે બચાવીને પેન્શનનું આયોજન કરવું જોઈએ. 

બાળક અને વૃધ્ધ સમયની બાબતે સામ્યતા ધરાવતા હોવાથી એકબીજાના પુરક બની રહે છે. બાળક અને વૃધ્ધ, બંને એકબીજા સાથે સમય પસાર કરી સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. દાદા-દાદી અને નાના-નાની પોતાના પૌત્ર-પૌત્રી અને દોહિત્ર-દોહિત્રી સાથે ખુશખુશાલ નજરે પડ્યા હોય છે. કહેવત છે ને કે ‘મુડી કર્યાં વ્યાજ વહાલું‘.

બાળકો અને વૃધ્ધ વ્યક્તિઓનું ભોળપણ અને નિર્દોષ સ્મિતભર્યો ચહેરો યુવાનોને ઉદાસી અને સમસ્યાઓમાંથી બહાર કાઢી ઉત્સાહિત થઈ હકારાત્મક અભિગમ સાથે જીવન જીવવા પ્રેરે છે.


Rate this content
Log in