મારા પપ્પા મારા ડૉક્ટર
મારા પપ્પા મારા ડૉક્ટર
1 min
14.3K
આજે બિમાર પડી છું... પથારીમાં પડ્યા પડ્યા નાનપણ યાદ આવી ગયું. એક વખતે વેકેશન માણવા માટે મોસાળ ગયા હતા, ત્યારે મને તાવ આવેલો. દવા લીધી, પણ ફરક ના પડે. મેં નાનાજીને કહ્યું કે મને પપ્પા પાસે મોકલી દો... હું સાજી થઈ જઈશ! કેમકે, મારા પપ્પા મારા ડૉક્ટર છે ને એમનો સ્નેહ મારી દવા... નાનાજી કહે દીકરી, અત્યારે તો તારા પપ્પા તારી સાથે છે, પરંતુ સાસરે જઈશ ત્યારે શું થશે? મેં કહ્યું નાનાજી ત્યારે મારા ડૉક્ટર મારી પાસે નહીં હોય પરંતુ મારી દવા એટલે કે એમનો સ્નેહ તો મને ત્યારે પણ અવિરતપણે મળતો જ રહેશે.
