Ishita Raithatha

Children Stories Fantasy Thriller

3.3  

Ishita Raithatha

Children Stories Fantasy Thriller

મારા ભઈલા માટે હું કંઈ પણ કરીશ

મારા ભઈલા માટે હું કંઈ પણ કરીશ

5 mins
492


અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાન કાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક વાર્તા છે.   

આ વાર્તા રાજકોટ ગામમાં રહેતા એક ભાઈબહેનની છે. અપૂર્વા અને અપૂર્વ બંને જુડવા ભાઈબહેન હતા. ઘરમાં પિતા હરિલાલ .માતા સરલાબેન : અપૂર્વા અને અપૂર્વ રહેતા હતા. હરિલાલને સરકારી નોકરી હતી અને તે લોકો મધ્યમ વર્ગીય લોકો હતા. અપૂર્વા અને અપૂર્વ બંને ભણવામાં ખૂબ હોંશિયાર હતા અને રાજકોટની સરકારી સ્કૂલમાં દસમાં ધોરણમાં ભણતા હતા.

બંને ભાઈબહેનને સ્કૂલેથી ઘરે આવીને બધી વાત કરવાની આદત હતી. એકવાર બંને ઘરે આવ્યા ત્યારે અપૂર્વા તો બરાબર હતી પરંતુ અપૂર્વ થોડો ડરેલો હતો. અપૂર્વના કપડાં પણ થોડા મેલા અને ફાટેલા હતા. આ જોઈને સરલાબહેન સમજી ગયા કે તે પાછો કોઈ સાથે ઝઘડો કર્યો છે. સરલાબહેન અપૂર્વને કંઇપણ કહે તે પહેલા અપૂર્વાએ તેમને રોકિયા અને શાંતિથી બેસવા કહ્યું.

અપૂર્વા: "મમ્મી, ભાઈએ કોઈ સાથે ઝઘડો નથી કર્યો. આજે સ્કૂલમાં અમે લાયબ્રેરીમાં વાંચતા હતા ત્યારે હું થોડીવાર માટે બહાર ગઈ હતી. અને પાછી આવી ત્યારે ભાઈ !"

સરલાબહેન: "શું ભાઈ ? સરખી વાત કર."

અપૂર્વા: "હા કરું છું, પહેલા ભાઈને તું પાણી આપીને શાંતિથી સૂવડાવી દે પછી વાત કરીએ."

સરલાબહેન તરત અપૂર્વને પાણી આપીને રૂમમાં લઈ જાય છે. અપૂર્વને પોતાના ખોળામાં શાંતિથી સૂવડાવી દે છે અને પછી બહાર આવે છે.

સરલાબેન : "હા, હવે બોલ શું થયું ?"

અપૂર્વા : "હું જ્યારે પાછી લાયબ્રેરીમાં આવી તો ભાઈ ત્યાં નહોતો, મને થયું કે ભાઈ બહાર સાઇકલ પાસે મારી રાહ જોતો હસે, તો હું પણ બહાર નીકળી ગઈ અને બહાર આવી તો ભાઈ તો ક્યાંય પણ નહોતો. મેં થોડીવાર રાહ જોઈ, પછી આખી સ્કૂલમાં ભાઈને ગોત્યો પરંતુ ના મળ્યો."

સરલાબેન : "પછી તેને ભાઈ કેવી રીતે મળ્યો ?"

અપૂર્વા : "હું પાછી લાઇબ્રેરીમાં ગઈ, મને થયું કે કદાચ ભાઈ પાછો ત્યાં વાચવા ગયો હસે. પરંતુ ભાઈ ત્યાં પણ નહોતો. ત્યારે અચાનક મને યાદ આવ્યું કે ભાઈ લાઇબ્રેરીમાં એક ગુપ્ત દરવાજો છે તેની વાત કરતો હતો."

સરલાબેન : "ગુપ્ત દરવાજો !"

અપૂર્વા : "હા, પરંતુ મેં ક્યારેય ભાઈની વાતમાં ધ્યાન નહોતું આપ્યું. પરંતુ આજે મને થયું કે કદાચ એ વાત સાચી હોય. માટે ભાઈના કહેવા મુજબ હું લાઇબ્રેરીના તે કબાટ પાસે ગઈ અને તેની પાછળ જોયું તો ત્યાં કંઈ નહોતું."

સરલાબેન : "તો શું ત્યાં કોઈ દરવાજો નહોતો ?"

અપૂર્વા : "ના, દરવાજો હતો તો ખરા પરંતુ મને દેખાતો નહોતો. પછી મેં શાંતિથી ભાઈની વાતો યાદ કરી, તો મને યાદ આવ્યું કે ભાઈએ એ દરવાજો ગોતવાની ટ્રિક કીધી હતી."

સરલાબેન : "તો શું તે એ ટ્રિક મુજબ દરવાજો ગોત્યો ?"

અપૂર્વા : "હા, મમ્મી તને ખબર છેને કે હું મારા ભઇલા માટે કંઈપણ કાઈશ. પછી સાચે ત્યાં મને એક ગુપ્ત દરવાજો દેખાણો. મારી સાથે મારા ટીચર પણ ત્યાં હતા, તેમને મને અંદર જવાની ના પાડી પરંતુ મારે મારા ભાઈને શોધવો હતો, માટે હું તરત અંદર જતી રહી અને એ દરવાજો તરત બંધ થઈ ગયો."

સરલાબેન : "તો પછી તારા ટીચર પણ સાથે અંદર આવ્યા હતા ?"

અપૂર્વા : "ના, હું અંદર ગઈ કે તરત તે દરવાજો બંધ થઈ ગયો. પછી મેં ત્યાં જોયું તો ત્યાં ખુબજ સરસ બગીચો હતો, ત્યાં જૂની પુરાણી ભગવાનની મૂર્તિઓ પણ હતી, અને કંઇક અલગ જ વાતાવરણ હતું. ખુબજ સુંદર જરણું હતું અને ત્યાં એક ખૂબ સુંદર હીંચકો હતો."

સરલાબેન : "ત્યાં કોઈ બીજા લોકો હતા ?"

અપૂર્વા : "ના, કોઈ નહોતું. પછી હું ભાઈને ગોતવા લાગી, એટલામાં મરો હાથ એક મૂર્તિને અડી ગયો. અને અચાનક તે મૂર્તિ સાચી બની ગઈ અને બોલવા લાગી, "તરો ભાઈ હવે અમારી જેમ મૂર્તિ બની ગયો છે, જો તારે એને સાથે લઈ જવો હોય તો તારે અહીંની મૂર્તિમાંથી તેને ગોતવો પડશે, અને તેને અડવાથી તે પછી સજીવન થઈ જશે. પરંતુ તને એકજ વાર આ મોકો મળશે, જો તું તે મોકો ચૂકી ગઈ તો તારો ભાઈ અમારી જેમ હંમેશા મૂર્તિ બનીને જ રહેશે."

સરલાબહેન : "તો તે અપૂર્વ ને કઈ રીતે ગોત્યો ?"

અપૂર્વા : "એટલું બોલીને તે પછી મૂર્તિ બની ગઈ. મને થોડી બીક લાગતી હતી પરંતુ મારા ભઇલા માટે તો હું કંઇપણ કરીશ એ વિચારીને હું ત્યાં જેટલી મૂર્તિ હતી તે બધી જોવા લાગી. પરંતુ તેમાંથી ભાઈ કોણ છે તે સમજી નહોતી શકતી."

સરલાબહેન: "પછી તે શું કર્યું ?"

અપૂર્વા : " હું ત્યાં ઝરણું હતું ત્યાં બેઠી અને તેમાંથી પાણી પીવા નીચે વળી તો મેં જોયું કે, પાણીમાં તો મૂર્તિના બદલે માણસ દેખાઈ છે, અને મને ભાઇ પણ તેમાં દેખાણો. હું ખુશ થઈ ગઈ, અને તરત તે મૂર્તિ પાસે જઈને તેને અડી, અને સાચે તે ભાઈ હતો. હું અને ભાઈ ખૂબ ખુશ થઈ ગયા."

સરલાબેન : "પરંતુ અપૂર્વ મૂર્તિ કેવી રીતે બન્યો ?"

અપૂર્વા : "તે વાત મેં પણ ભાઈને પૂછી હતી, તો ભાઈએ કીધુકે, હું જ્યારે અંદર આવ્યો ત્યારે મને ભૂખ લાગી હતી અને મેં અહીં કેરીના ઝાડ પરથી કેરી તોડીને ખાધી કે તરત હું મૂર્તિ બની ગયો."

સરલાબેન : "પછી તમે લોકો બહાર કેવીરીતે આવ્યા ?"

અપૂર્વા : "અમે બહાર નીકળવા જતા હતા કે, અપૂર્વને પાણી પીવું હતું તો તેને પાણી પીધું અને થોડું પાણી મારા પર નાખ્યું, તો મારી બાજુમાં જે મૂર્તિ હતી તેમાં પાણી પડયું, અને તરત તે મૃતિમાંથી માણસ બની ગયો. અને બોલ્યો કે, "અમે વર્ષોથી અહીં કેદ હતા. અહીં સો વર્ષો પહેલા એક ઋષિનો આશ્રમ હતો, અમે બધા ત્યાં ચોરી કરવા રોકાણ હતા, માટે તે ઋષિએ અમને શ્રાપ આપ્યો અને અમે મૂર્તિ બની ગયા."

સરલાબેન : "તો પછી એ લોકો શ્રાપમાંથી મુક્ત થઈ ગયા ?"

અપૂર્વા : "હા, અને તરત તે આકાશમાં જઈને અદ્ર્શ્ય થઈ ગયા. જતાજતા કહેતા ગયા કે "તમારી પાસે ફક્ત એક મિનિટ છે, પછી ગુપ્ત દરવાજો દેખાશે અને તમે જલ્દી બહાર નીકળી જજો, કારણકે પછીથી આ જગા અદ્ર્શ્ય થઈ જશે. જો તમે નહીં નીકળો તો તમે પણ અદ્ર્શ્ય થઈ જશો."

સરલાબેન : "પછી બીજી મૂર્તિઓ નું શું થયું ?"

અપૂર્વા : "મમ્મી અને તરત બધી મૂર્તિ પર પાણી નાખ્યું અને ત્યાં તરત દરવાજો દેખાણો અને હું અને ભાઈ તરત દોડીને પોચ્યાં અને હું બહાર આવી ગઈ પણ ભાઈ પાછળ ફરીને જોવા રોકાણો કે કોઈ મૂર્તિ બાકી નથીને ? એટલામાં દરવાજો બંધ થવા લાગ્યો અને મેં ભાઈનો હાથ ખેંચ્યો અને બહાર કાઢ્યો. દરવાજો બંધ થતો હતો ત્યારે અમે જોયું કે, બધી આત્મા આકાશ તરફ જતી હતી. અને તરત દરવાજો બંધ થઈ ગયો અને અદ્ર્શ્ય પણ થઈ ગયો."

સરલાબેન : "તો પછી તમારા ટિચરને કંઈ ખબર છે કે નહીં ?"

અપૂર્વા : "ના, કારણકે એ લોકો અમને ગોતતાગોતતા આવ્યા ત્યારે તો ત્યાં કંઈ નહોતું."

સરલાબેન : "મને મારા બંને બાળકો ઉપર માન છે."

કાલ્પનિક વાર્તા.


Rate this content
Log in