માંત્રિક -ભાગ ૧ (મારી અવઢવ )
માંત્રિક -ભાગ ૧ (મારી અવઢવ )


"કેશા,શું કરે છે ? આજે સવાર-સવારથી આ કેવા ઉટપટાંગ વિડીયો જોઈ રહી છે ?' માનસી મારી સમાધિસ્થ અવસ્થા તોડતાં બોલી.
મેં અમારી હોસ્ટેલની દીવાલ પર લાગેલી જૂનીપુરાણી વોલકલોકમાં જોયું, તો બન્ને કાંટા બારના અંક પર મળી ગયા હતા.
"અરે હા માનસી, સાચે બહુ વાર થઇ ગઈ" હું હજી પણ એ વિડીયોના જ વિચારોમાં હતી.
"હા તો, પણ તું મને એ કહે તારે આ બધા વિડીયો જોવાનું શું કામ ? વશીકરણ એન્ડ ઓલ ધેટ ! વી આર જનરેશન ઓફ સાઈ-ફાઈ, રોબોટસ એન્ડ ટેક્નોલોજી અને તું હજી પણ આ તંત્ર-મંત્ર સાધનાઓમાં માને છે ?" માનસીનો મૂડ સાચે જ બગડયો હતો કારણ કે મેશમાં જમવા જવામાં પણ અમને મોડું થઇ રહ્યું હતું.
"હું માનતી તો નથી પણ, પણ એમ થાય છે કે ટ્રાઈ કરી જોવ એકવાર ?"
"પાગલ છે તું આ બધી સાધનાઓમાં કેટલા વર્ષો જતા હશે. કંઈ પણ."
"હા પણ મારે એક વાર ટ્રાઈ કરવી છે." હું ફટાફટ લેપટોપ બંધ કરતાં બોલી.
"અરે યાર, મને પણ એ નથી સમજાતું કે કોલેજની મોસ્ટ બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ છોકરી કોનું વશીકરણ કરવા ઈચ્છે છે હે, મને પણ તો કહે ?"
"અરે કઈ નહિં,એમ જ." પણ મારા મોઢા પરની લાલી માનસી પારખી ગઈ.
"ઓહ.. અચ્છા ! એનું તો એ તો તારો બેસ્ટ ફ્રેન્ડ છે ને, એમ જ કહી દે, એમ પણ એ તારી જ તો આગળ-પાછળ ફર્યા કરે છે અમારા જેવી અનેક છોકરીઓને છોડીને."
"પણ યાર, બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જ તો ડર લાગે છે કે ક્યાંક જો એને પ્રેમ ન હોય તો હું એને આ ઈકરારથી ખોઈ ન બેસું."
"અરે યાર, ચાલ જવા દે એ બધું જલ્દી જમી આવ્યે બહુ ભૂખ લાગી છે મને તો."
"હા ચાલ."
અમે જમવા તો ગયાં પણ મારા મનમાંથી આ સાધનાની વાત ખસતી જ નથી. સાધના કરું કે ન કરું મારા મનમાં એ જ અવઢવ ચાલ્યા કરતી હતી. આખો દિવસ આજે એમ પણ કઈ કામ ન હતું. રવિવાર હતો તેથી કોલેજમાં રજા હતી. પણ મને તો રાજની ખુબ જ યાદ આવતી હતી. મારા માટે તો રવિવાર કાળ સમાન હતો. રાજ ફૂટબોલમાં સ્ટેટ ચેમ્પિયન હતો તેની છ ફૂટની હાઈટ અને સૂડોળ શરીર તેને ફૂટબોલમાં ખૂબ જ મદદ કરતાં. જો હું બ્યુટીફૂલ હતી તો રાજ પણ કઈ ઉતારતો ન હતો ખૂબ જ સ્ટાઈલિશ અને હેન્ડસમ હતો. જેટલું એના વિશે વિચારતી એટલી મારી સાધના કરવાની ઈચ્છા વધતી જતી હતી. મારા મગજમાં તો આ જ વિચારોનું વંટોળ ચાલુ હતું.