માનસિક દબાણ
માનસિક દબાણ
1 min
165
આ ગરમીમાં બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ. વિધાર્થીઓ તૈયારી કરીને પરીક્ષા ખંડમાં પેપર લખવા બેઠા. મિહિર પેપર લખતો હતો ને એકાએક શરીરે પરસેવો વળી ગયો ને ગભરામણ શરૂ થઈ ગઈ. એ કંઈ બોલે એ પહેલાંજ એનું માથું ઢળી પડ્યું.
અલગ અલગ જગ્યાએ ત્રણ ચાર વિધાર્થીઓને આવું થયું. ડોક્ટરો સાથે તાબડતોબ મિટિંગ યોજાઈ એમાં એવું જાહેર થયું કે માનસિક દબાણનાં ભોગ બની ગયા છે. આ સાંભળીને વાલીઓમાં ચિંતા નો માહોલ સર્જાયો
