માનીતો ટોમી
માનીતો ટોમી


એક નાનાં ગામડાંમાં રહેતી હતી અનોખી.
નામ પ્રમાણે જ બધાથી અલગ હતી..
અનોખી હજુ સાતમાં ધોરણમાં જ ભણતી હતી.
પિતા વિજય ભાઈ અને માતા ઉષા બહેન અને એક મોટો ભાઈ જનક હતો.
ઘરમાં અને ફળિયામાં બધાંની લાડલી હતી અનોખી.
ફળિયામાં એક કૂતરી એ ગલૂડિયાંઓ ને જન્મ આપ્યો તો ઘરે જઈને મમ્મી ને કહે મમ્મી કૂતરી માટે ખાવાનું દે.
ઉષા બહેને શીરો શેકી આપ્યો એ લઈને કૂતરીને ખવડાવી આવી..
આમ રોજ બરોજ કૂતરીને ખવડાવતી.. અનોખી ને એક ગલૂડિયું બહું જ ગમી ગયું એનું નામ એણે ટોમી પાડ્યું અને એને માથે હાથ ફેરવીને વ્હાલ કરતી અને દૂધ રોટલી ખવડાવતી.
ટોમી પણ અનોખી ને જોઈને ગેલ કરતો અને બે પગ ઊંચા કરીને સલામ કરતો અને અનોખી નાં પગમાં આળોટતો.
આમ અનોખી અને ટોમીની દોસ્તી બંધાઈ ગઈ.
હવે ટોમી થોડો મોટો થયો હતો એટલે જ્યારે અનોખી બાજુના શહેરમાં સાયકલ લઈને સ્કૂલ જવા નિકળે એટલે પાછળ પાછળ જતો અનોખી અડધે રસ્તે થી એને પાછો ઘરે મોકલતી જ્યાં થી હાઈવે નો રોડ આવતો..
અનોખી નો આવવાનો સમય થાય એટલે પાછો ટોમી એ રસ્તે અનોખી ની રાહ જોતો ઉભો રહે.
અનોખી એને સાબુથી નવડાવતી અને ચોખ્ખો રાખતી.
ટોમી પણ ખુબ જ સમજદાર હતો એ અનોખી ની દરેક વાત માનતો.
અનોખી બાજુના નાનાં શહેરમાં ભણતી ત્યાંથી સૂતરફેણી લાવતી અને ટોમી ને ખવડાવતી.
ટોમી ને સૂતરફેણી ખુબ જ પ્રિય હતી.
એક દિવસ ટોમી અનોખી ને લેવા ગયો હતો એક કપચી ભરેલી ટ્રક બીજી સાઈડ થી પૂરપાટ આવી અને અનોખી ને હડફેટે લે એ પહેલાં ટોમી એ કૂદકો મારી ને અનોખી ને ઉથલાવી દીધી અને સાયકલ અને ટોમી પર ટ્રક નું પૈડું ફરી વળ્યું.
અનોખી એ જોરદાર ચીસ પાડી બીજા ગામનાં અને ફળિયાનાં છોકરા છોકરીઓ આ દ્રશ્ય જોઈ ને સમસમી ગયાં.
અનોખી ટોમી ને ભેટી રડી રહી.
ટોમી એને બચાવી ને પોતાની વફાદારી વ્યકત કરી ગયો.
અનોખી એ બીજા છોકરાઓ ને એનાં ઘરે મોકલી ને મીઠું મંગાવ્યું અને જનકભાઈ ને બોલાવ્યા.
ઘરનાં વાત સાંભળી ને રડી પડ્યા અને વિજયભાઈ અને ઉષાબેન અને ફળિયા વાળા અનોખી પાસે પહોંચ્યા..
જનકભાઈ દૂકાનેથી મીઠું લઈને પહોંચ્યા..
વિજયભાઈ અને ઉષાબેન અનોખીને ભેટીને રડી પડ્યા.
અનોખી તો ટોમી માટે રડતી હતી..
જનકભાઈ આવ્યા ઘરેથી પાવડો, કોદાળી લઈને આવ્યા હતા.
ગામની સીમમાં ટોમી માટે ખાડો ખોદીને મીઠું નાખીને દાટયો.
અનોખી ને લઈને બધાં ઘરે આવ્યા અને ઘરમાં શોક નું વાતાવરણ ફેલાયું અને બધાં એ સ્નાન કર્યું.. અનોખી એ એ રાત્રે કશું જ ખાધું નહિ અને રડતાં રડતાં સૂઈ ગઈ.
સવારે સ્કૂલે પણ નાં ગઈ અને ચાલતી જનકભાઈ ને લઈને ટોમી ને જ્યાં ડાટયો હતો ત્યાં જઈને બેસી રહી.
આમ એ શોકગ્રસ્ત થઈ ગઈ હતી..
એક દિવસ બાજુનાં શહેરમાં જનકભાઈ સાથે જઈને સૂતરફેણી લઈ આવી અને આખાં ફળિયામાં છોકરાઓ ને વહેંચી.
અનોખી અને ફળિયાનાં લોકો આજે પણ ટોમી ની વફાદારી ને યાદ કરે છે.
એક મૂંગા જીવે પોતાના પ્રાણની આહુતિ આપી ને વફાદારી નિભાવી.