Hetshri Keyur

Children Stories Inspirational

4.5  

Hetshri Keyur

Children Stories Inspirational

મા

મા

6 mins
297


"એ ! આવો તો ! અહી કચરા ટોપલીમાં કોઈ નાનકડી ફૂલ જેવી બાળકીને મૂકી ગયું છે !"મોટા ગાર્ડનમાં વાળી રહેલ માળીની પત્ની રંજને કહ્યું.

પોતાના હાથમાં રહેલ સાવરણો નીચે પડતો મૂકી કચરા ટોપલીમાં હાથ નાખી એ ઢીંગલીને લેવાજ જાય છે ત્યાં એનો પતી દોડતો આવે છે ,"અરે તને સમજાય છે જેણે જન્મ દીધો એ માબાપ એને રાખી ગયા આપણે શું છે ! પોલીસને દઈ આવાની છોકરો હોય તો હજી હું કૈક વિચારે બાકી આને શું રાખવાની ! મોટી કરવી, ખવડાવું, પાળવું પોષવું અને લગન કરવા એને આણું દેવું અરે દીકરી જન્મે ત્યારથી ભાર હોય તને શું ખબર લગન થઈ જશે તો પણ જિંદગી આખી એને વેંઢારવો પડશે ભારાને સાપનો ભારો છે મુક એને"કહી એને બાળકીને લેવા દેતો નહિ. અજયનું આ વર્તન અને વાણી સાંભળી એકીટસે રંજન એની સામે જોઈ રહેછે હાથ કચરા ટોપલીમાં એમ જ રહી જાય છે અને ખુબજ રડવા લાગે છે અને કહે છે,

"ઈશ્વરે આપણને એટલેજ સંતાન નથી આપ્યું"કહી દીપકનો હાથ ખસેડતા બોલે છે અને ખુબજ ગુસ્સે ભરાઈ આવે છે અને પારેવા સમાન છોકરીને ટોપલીમાંથી પોતે લે છે અને રદય સર્સી ચાપે છે.

"એટલે તું આને ઉછેરવા માગે છે ?" ગંભીરતાથી અને ગુસ્સાથી પોતાની પત્ની સામે જોઈ અજય કહે છે, "આવો સવાલ થતોજ નહિ હું મા છું એની હવે મે ભલે જન્મ નથી દીધો પણ મે એને ન જોઈ હોય તો બિચારીનું શું થાત મે એને બીજો જન્મ દીધો હું મા છું એની જનેતા મા નહિ તો પાલક મા ! તમારા જેવા માણસો દુનિયામાં ૧૦૦૦ માંથી ૬૦૦છે !" કહી છોકરી લઈ અને ચાલવા માંડે છે.

પોતાની પત્નીનો હાથ પકડી ઊભી રાખતા અજય બોલે છે, "આ છોકરી મારે ઘરે નઈ જાય ! તું એની મા એમ ! ભલે પણ તો હું તને આજથી અત્યારથી મુકું છું તને કારણ હું આ ભારાનો બાપ નહિ ક્યારેય થાઉં" કહી એને પોતાની બાજુ ફેરવે છે.

અજય ની સામે જોઈ કહે છે, "ભલે હું મારી દીકરીને ઉછેરીશ, પરંતુ તમે મને મૂકી ન શકો હું મારા ઘરમાંજ રહીશ" કહી ચાલતી થાય છે ત્યાંથી.

અજય કઈજ કહ્યા વગર ઘરે જાય છે,રંજન દીકરી માટે પોતાની ફાટેલી સાડીમાંથી થોડાથીગડા સાંધી અને હીંચકો બનાવે છે અને નાના નાના કપડાં પોતાના બે ઓછાડ પડ્યા હોયછે એમાંથી સિવે છે હાથેથી જેવું સિવાય એવું સીવે છે, અને એને દૂધ પાઈ અને હીંચકામાં ખુબજ મમતાથી હાલરડાં ગાઈને સુવડાવી દે છે.

અજય ખુબજ દારૂ પીતો હતો અને કમાય એનું પોણા ભાગનું દારૂમાં પૈસા ખર્ચી જતો, રોજ રાત પડે દારૂ પી અને આવ્યો હોય અને રંજન પાસે હોય એ પૈસા પણ પોતે એને મારી અને દારૂ પીવા માટે લઈ જતો. ઘરમાં ખાવાં અનાજ ન હોય પણ પૈસા દારૂમાં ઉડાડી દે,અને આ વાતથી રંજન ખુબજ હેરાન હતી પરંતુ થતું બાળક નથી તો ભૂખી સુઈ જવાનું પતીને બને ત્યાં સુધી નથી ટોકવું. પરંતુ આજે રાત્રે અજય બે રોટલી અને ડુંગળી જમવામાં ભાગે પડતું હતું એમાંથી પોતાના ભાગનું જમી અને રંજન પાસે પૈસા માગે છે તો એણે ના પાડી અને કહ્યું, "મારી દીકરી માટે હવે પૈસાની જરૂર છે તમને દારૂ માટે નઈ મળે !" કહી પૈસા હાથમાંથી જૂટવી લે છે, આ સાંભળી અજય ખુબજ ગુસ્સે થઈ જાય છે, "એ એટલેજ ભારો કીધું મે હુકમને લઈ આઈ વી !કહી ?" રંજનને મારે છે અને ઘા કરી નીચે પછાડી દે છે.

રંજન ઊભી થઈ દીકરીને જોલીમાંથી લઈ અને ઓરડીમાંથી બહાર નીકળતા બોલે છે, "ભારો છેને ! હું લઈ જાઉં છું મારો ભારો મારી દીકરી મને ભારે નઈ પડે હમજ્યા હું એનીમાં છું ભીખ માગીશ ગામના કામ કરીશ પણ તમારી પાહે નઈ આવું." કહી ત્યાંથી નીકળી જાય છે.

અને નજીક આવેલા મંદિરમાં જાય છે,અને ભગવાનની સામે બેઠી રહે છે રાત આખી અને સવાર પડે માતાજીને કહે છે, "માં !તું જગતની માં છો મે પગલું ભર્યું બરાબર ભર્યુંને માં ! કહી"ત્યાંથી નીકળે છે અને ઘરે ઘરે ફરી કામ ગોતે છે હાથમાં છોકરી રડતી અને કામ શોધે છે.

પરંતુ દીકરી રડે છે એ રંજનથી જોઈ નથી શકાતું અને રસ્તે ચાલતા માણસોને રોકી અને પૈસા માગવા એને મન થાય છે પરંતુ પોતે વિચારે છે મારી દીકરી છે હું મારા બળથી એને મોટી કરીશ અને ઝડપથી ચાલી અને કામ શોધવા લાગે છે અને એક દુકાનમાં જાય છે "ભાઈ તમારી દુકાનનો માલ હું ગોઠવી આપીશ મને એક થેલી દૂધ દયોને મારી દીકરી ભૂખી છે" કહી પગે લાગે છે વેપારીને .વેપારીને એની આંખમાં સચ્ચાઈ અને માંની મમતા દેખાય છે અને એને અમુક પેકેટ મૂકવા કહે છે. રંજન દીકરીને લઈને બધુજ કામ કરી આપે છે અને દૂધની થેલી સામે વેપારી આપે છે એ એને અતિશય મમતા પૂર્વક પીવડાવે છે. 

દૂધ પીવડાવતા એને વિચાર આવે છે હું કામ તો માની લ્યો અત્યારેજ ગોતી લઈશ કચરા પોતા બધુજ કરીશ પરંતુ મહિને પગાર આવશે ત્યાં સુધી ? અને રહેવાની વ્યવસ્થા પણ કરી લઉં આને હમણાં નીંદર આવશે, વિચારતા ઊભી થઈ અને આગળ ચાલે છે. હાલતાં હાલતાં એને નજરે એક ફ્લેટ નવો બનતો હોય છે એ નજરે ચડે છે અને એને વિચાર આવેછે કે મજૂરી કરું એ રોજે રોજના પૈસા આપશે, અને એ ફ્લેટમાં એને કામ તો મળે છે પરંતુ માળ ચડવા કઈ રીતે મજૂરી કરવી કઈ રીતે માથે સમાન રાખે તો દીકરીને વાગી જાય તો એવા સવાલ એને મનમાં થાય છે. પરંતુ રાણી લક્ષ્મી બાઈની માફક પોતાની દીકરીને બાંધી અને મજૂરી કરે છે,સાંજ પડે કામ પૂરું થાય તુરંત વિચાર આવે છે રહીશ ક્યાં ?

મજૂરી કામમાંથી ખાલી ૩૦૦ રૂપિયા આવ્યા, પરંતુ એમાં ઘર ક્યાંથી મળે વિચારતા એની નજર ઝાડ પર પડે છેને એ પૈસામાંથી થોડા કોથળા અને બે ચાર બંબુ લે છે અને નાની ઓરડી બનાવેછે. પછી રોજના ૩૦૦ રૂપિયા આવે એમાંથી ઓછામાં ઓછાં ૨૫૦ રૂપિયા બચાવે દીકરી માટે દૂધ લે અને પોતે પાણી પિને સુઈ જાય આવું એણે બેઅઠવાડિયા કર્યું .ત્યારે જઈને ૨૦૦૦ આસપાસ ભેગા થયા પૈસા પરંતુ દીકરીને બાંધી કામ કરતી હોય છે વિચારે છે આજે તો એક ચાલીમાં ઓરડી ભાડે લઈ લઈશ અને હું પણ જમીશ પરંતુ બર અઠવાડિયાથી કઈજ ખાધું નથી હોતુ તો પોતે બેભાન થઇ જાય છે. પાછળ ચાલતી બહેન એની છોકરીને પકડી લે છે અને ફ્લેટનો બિલ્ડર તુરંત ત્યાં આવે છે અને એનો ઇલાજ કરાવે છેને એકાદ બાટલો ચડે છે ત્યાં એને ભાન આવી જાય છે.

ભાનમાં આવતા વેત "એ મારો જીવ ક્યાં ? મારી ઢીંગલી ક્યાં કહી હોસ્પિટલમાં બૂમો નાખે છે, તુરંત એની દીકરી એને આપે છે, દીકરીને લઈ પોતે ઉઠે છે સાહેબ ચાલો હું એવું હો કામે હું એક દિવસ પાડી ન શકું મારી નીતુને ભૂખ લાગશે હમણાં કહી ઊભી થવા જાય છે અને બધાને ખુબજ રદય રડવા માંડે છે કે એટલો પ્રેમ એટલી મમતા ! આમાં જ કરી શકે પ્રેમ અને હિંમત સાહસ તો જો વિચારી બધા ની આંખમાં પાણી આવી જાય છે.

બધા સમજાવે છે કે ચાલીનું ભાડું ભરાઈ જશે એકાદ દિવસ વધુ તમે ખમો દીકરીને પૈસા થોડા છેને એમાંથી દૂધ પાજો, તમે તમારી દીકરી છે તો તમારા જ પૈસે એને દુધ પિવડવશો ખ્યાલ છે પણ બહેન તમે સાજા થઈ જાવ કહી એને સમજાવે છે હાજર રહેલ બધા ત્યારે રંજન માને છે. બે દિવસ રહી અને એને રજા મળેછે અને એક ચાલીમાં ઓરડી એને મળી જાય છે,પરંતુ પોતે રોજની માફક દીકરીને બાંધી અને મજૂરીમાં જાય છે અને દીકરીને ઉછેરે છે.

જોત જોતા નીતુ ૩ વર્ષની થાય છે અને હવે રંજન પાસે થોડે થોડે કરી પૈસા એટલા હોય છે કે અનાજ પૂરી શકે અને પછી તે હવે કચરા પોતા કરવા માટે ૧૨ ઘર બાંધે છેને નીતુને ભેગી લઈ કામે જવા લાગે છે. નીતુને ભણાવી ગણાવી અને પોતે કામ કરી અને નીતુને ખુબજ ભણાવે છે અને સંસ્કાર સિંચન અને માંની બધીજ ફરજ પૂરી કરી એનો મુરતિયો ગોતવાનું ચાલુ કરે છે.

ખાઈ શકાય, ભણાવી શકાય પરંતુ લગન ?એટલા પૈસા પાસે હોય નહિ કે નીતુના લગન કરી શકે માટે રંજન કામ પણ કરે છે અને રસોઈ પણ કરવાનું ચાલુ કરે છે તેમજ પાસે રહેલ બે ચાર બાગ પણ સફાઈ કરવા જાય છે અને પૈસા જોડી એને સરસ ઘરમાં પરણાવે છે.

આનેકાહેવાય સુપર મોમ !

મા ! તારી તાકાતનો અંદાજો બાળક ક્યારેય લગાડી શકશે નહિ, તારી મમતાથી મોટી ક્યારેય કોઈ વસ્તુ તારી માટે હોય શકે નહિ ! જગતની દરેક મા પોતાની જગ્યા એ સુપર મોમ હોય છે અલગ અલગ આવીજ કૈક તકલીફની વચ્ચેથી બાળકને ઉછેરે છે અને ઉતમ વ્યક્તિ બનાવે છે.


Rate this content
Log in