STORYMIRROR

Hetshri Keyur

Children Stories Tragedy

4  

Hetshri Keyur

Children Stories Tragedy

મા અને મમ્મીઅંક - ૧

મા અને મમ્મીઅંક - ૧

2 mins
280

નાનકડા વિવાનને આજે ખુબજ મનોવ્યથા હતી. સવાલ હતો મા જોડે રેહવુ કે મમ્મી જોડે ! તમને થશે મા અને મમ્મીમાં ફરક શું ? સામાન્ય બાળક માટે મા એજ મમ્મી પરંતુ વિવાન માટે મા અને મમ્મી વચ્ચે પાતળી એવી ભેદ રેખા હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે વિવાન માટે મા એટલે એનાનાની મા અને મમ્મી એટલે જે પોતાને આ દુનિયા મા લાવી એ મા, સામાન્ય બાળક માટે પોતાની માતાજ પોતાની મા અને મમ્મી એકજ કેહવાય એક જ વ્યાખ્યા હોય બંને માટે પરંતુ વિવાન માટે માની અને મમ્મીની વ્યાખ્યા અલગ હતી.

વાત છે આજથી ૧૦ વરસ પેહલાની. જૂનાગઢ ગામના એક મધ્યમ વર્ગીય પરિવારની અને એજ ગામમાંરહેતા એજ જ્ઞાતિના એવાજ બીજા પરિવારની ! લગ્નનાં ત્રણ વરસ થવા આવ્યા સંતાન સુખ ન થતાં આનંદી ખુબજ દુઃખી રહેતી. થતું ઈશ્વર મને સંતાન સુખ આપે તો સારું અને પત્થર એટલા દેવ માની માનતા માનવા લાગી હતી.

એવામા ઈશ્વરની કૃપા થતા આનંદીને મા રાંદલની કૃપાથી બાળક આવવાનું હતું. પરંતુ પરિસ્થિતિ સામાન્ય હોવાથી દવા લેવાના પણ પૈસા ન હતા કે ન પૂરી રીતે ખાઈ શકે એટલા પૈસા હતા. આનંદી ઘરનું પૂરું કરવાનોકરી કરવા જતી અને બધુજ કામ હાથે કરતી. પડોસી પાસે ખાવા પણ જવું પડતું હતું. થોડા મહિનામાં આનંદીને બાળક આવ્યું. જૂનાગઢ ગામની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો આનંદી ઘણાં કલાક બેભાન રહ્યા પછી ભાનમાં આવતા એને પોતાનો બાળક જોવા મળ્યો અને થયું હું મા બની અને ખુશી એના ચેહરા પર છલકી રહી હતી. આનંદીને પ્રસુતિની પીડા ભુલાઈ ગઈ અને ઊભા થવા પ્રયત્ન કર્યો. બોલી શકતી ન હતી ઈશારા થી એને પોતાના માતાને કહ્યું 'બાળકને હાથ મા લેવું છે.' એમ. અને જેવું બાજુમા બાળક આવ્યું આનંદીનાં આનંદનો પર ન રરહ્યો અને એને બાળકને ખોળામાં સુવાડ્યું અને હદય સરસું ચાપી દીધું ! એ બાળક બીજું કોઈજ નહિ પરંતુ વિવાન હતો !

તમને બધાને થશે બાળકની આતુરતાથી રાહ જોઈ !પથ્થર એટલા દેવ પુજી ! એટલી તકલીફ વેઠી. એટલી ખુશ હોય જે મા એ દીકરા માટે મા કેમ ન ગણાય ? દીકરા માટે મા અને મમ્મીની વ્યાખ્યા કેમ અલગ ! તો એની માટે આપણે આગળ વાત કરવી પડશે વિવાનની ૧૦ વરસની સફર પર !

વધુ આવતા અંકે...       


Rate this content
Log in